વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ગયું

13 June, 2019 05:24 PM IST  | 

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ગયું

(ફોટો-ANI)

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી દૂર ગયું છે જો કે દરિયા કિનારાના 108 તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે દરિયા ગાંડોતૂર બન્યો છે જેના કારણે દરિયાકિનારાના ગામોમાં પાણી ઘૂસી આવ્યા છે. આ સિવાય માછીમારીના જેટીઓને પણ નુકસાન થયું છે. વાયુ વાવાઝોડુ દૂર થવાના કારણે સમુદ્ર કિનારાઓ પર ઝોખમ ઓછુ થયું છે જો કે પવનનું જોર વધારે છે અને વરસાદ પણ વરસી રહ્યો છે.

106 તાલુકામાં વરસાદ

ગુજરાતના 26 જીલ્લાના 106 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વિસ્તારોમાં વીજળી પણ ગૂલ થઈ છે જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પરઝડપે પવન ફંકાતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થયા છે. આ સિવાય ઘરના છાપરાઓ ઉડી ગ્યા હતા અને વીજળીના થાંભલા પણ તૂટી પડ્યા છે જેના કારણે ઘણા ગામો વીજળી વિહોણા બન્યા છે. આ તાલુકાઓમાં પવન સાથે વરસાદ ચાલું છે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાની અસર: ક્યાંક વૃક્ષો ધરાશાઈ તો ક્યાંક ઘરોના પતરા ઉડ્યા

દરિયાકિનારાના વિસ્તારમાં ભરાયા પાણી

રાહતની વાત એ રહી છે કે, સમય રહેતા લોકોનું સ્થળાંતર કરતા જાનહાનિ સર્જાઈ નથી જો કે આર્થિક નુકસાન સર્જાયું છે. દરિયા કિનારાની નજીકના ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. પ્રસાશન દ્વારા સતત માહિતી આ વિશે માહિતી આપવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડુ ફંટાતા પ્રસાશન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે દરિયા કિનારાની નજીકથી વાવાઝોડુ પસાર થતા આજુબાજુના વિસ્તારો પર ખતરો ટળ્યો નથી.

gujarat gujarati mid-day