ઓમાન તરફ જઈ રહ્યું છે વાવાઝોડું, અહીં જુઓ Live સ્થિતિ

13 June, 2019 11:16 AM IST  |  ગાંધીનગર

ઓમાન તરફ જઈ રહ્યું છે વાવાઝોડું, અહીં જુઓ Live સ્થિતિ

Image Courtesy: Windy.com

તો આખરે ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હવે વાયુ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. જો કે હજીય ગુજરાત પરથી ખતરો સંપૂર્ણ ટળ્યો નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મધરાતે વાયુ વાવાઝોડાની દિશા થોડી બદલાઈ છે. સાથે સાથે વાવાઝોડાની સ્પિડ પણ વધી છે. સારી વાત એ છે કે આ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારેથી 200 કિલોમીટર દૂર હવે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે.

હજી ટળ્યો નથી ખતરો

જો કે ગુજરાતના દરિયકાંઠા માટે આગામી કલાક 48 કલાક હજીય ભારે છે. વાવાઝોડું ગુજરાત પર ભલે ન ત્રાટકે પરંતુ ગજરાતના દરિયા કિનારા નજીકથી જરૂર પસાર થશે. જેને કારણે વેરાવળ, દ્વારકા, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પરિણામે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી અસર જોવા મળી શકે છે. ગુજરાતના દરિયાકિનારા પર 15 જૂન સુધી વાવાઝોડાની અસર દેખાઈ શકે છે.

નીચે જુઓ ક્યાં પહોંચ્યું વાવાઝોડું

વાવાઝોડાની લાઈવ સ્થિતિ અને પોઝિશન તમે અહીં જોઈ શકો છો. વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી કેટલું દૂર છે, તે નીચેના મેપમાં દેખાઈ રહ્યું છે. કાલ સુધી વેરાવળ તરફ આગળ વધી રહેલા વાવાઝોડાનો રૂટ બદલાયો છે. હવે વાવાઝોડું કિનારાથી ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

હજીય પડી રહ્યો છે વરસાદ

વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજીય ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. વેરાવળ, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

gujarat gandhinagar news