વાયુને કારણે આટલા વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

12 June, 2019 03:07 PM IST  |  ગાંધીનગર

વાયુને કારણે આટલા વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

વાયુ વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે, તેમ તેમ તેનું સ્વરૂપ પણ વિકરાળ બની રહ્યું છે. વાયુ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે તંત્ર સતત ખડેપગે છે, ત્યારે સ્થળાંતર અને સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. કેટલાક જિલ્લામાં વરસાદ ધીમી ધારે પહોંચી ચૂક્યો છે. ત્યારે 12થી 14 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે.

આ તારીખ દરમિયાન અહીં પડશે ધોધમાર વરસાદ

12થી 14 જૂન એમ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

તો 12 જૂને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ વડોદરા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સૂરુત, ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

તો 13 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દીવ, ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, વાવાઝોડું કેટલે પહોંચ્યું

14મી જૂને પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

gujarat saurashtra news