વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

13 June, 2019 09:41 AM IST  | 

વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

ઓમાન તરફ ફંટાયુ વાયુ વાવાઝોડુ

વાયુ વાવાઝોડાના ફંટાવવાના કારણે ગુજરાતમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાતના કાંઠે વાયુ વાવાઝોડુ ટકરાશે નહી જો કે, વાવાઝોડુ પોરબંદર અને અન્ય દરિયા કિનારા પાસેથી નિકળશે. હવામાન વિભાગની અનુસાર 130 કિલોમીટર થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે હવે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ખતરો ઓછો થયો છે પરંતુ વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્રનો દરિયા કાંઠા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાના પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે જ્યારે રાજ્યના 57 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ગુજરાતના સમુદ્ર કાંઠે અને મુંબઈના કાંઠાનો દરિયા અશાંત બન્યો છે જેના કારણે પ્રસાશન દ્વારા સુરક્ષાના પુરતા પગલા લેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, વાયુ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે જેના કારણે દરિયા કાંઠાઓને 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્પીડના કારણે દરિયાકાંઠાને નુકસાન થઈ શકે છે તેવુ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, ગુજરાત પરથી સંકટ ઓછું થયું, ઓમાન તરફ ફંટાયું : સ્કાયમેટ

હવામાન વિભાગે મોડી રાત્રે માહિતી આપી હતી કે, વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહી અને ઓમાન તરફ ફંટાયુ છે જેના કારણે ગુજરાતના લોકોને આશિંક રાહત થઈ હતી. 13 જૂને બપોર સુધી વાયુ વાવાઝોડુ દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુક્સાન થાય, જાનહાનિ ટાળી શકાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં લોકોના સ્થળાંતર માટે ધ્યાન અપાઈ રહ્યું છે.

gujarat gujarati mid-day