વાયુનો ખતરો ટળ્યો નથી, આગામી 24 કલાક હજી પણ ભારે

13 June, 2019 11:21 AM IST  | 

વાયુનો ખતરો ટળ્યો નથી, આગામી 24 કલાક હજી પણ ભારે

(PIC-ANI)

હવામાન વિભાગ અને સ્કાયમેટની માહિતી અનુસાર ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ ટકરાશે નહી જો કે હજુ પણ ગુજરાત પર વાયુ વાવાઝોડુનું સંકળ ટળ્યું નથી. વાવાઝોડાની અસર વેરાવળ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની માહિતી અનુસાર વેરાવળ દરિયા કાંઠાની પાસે વાયુ વાવાઝોડુ પહોંચ્યું હતું અને આવતી કાલે સવારે 9 વાગે દ્વારકા પાસેથી નિકળવાનું માનવામાં આવી રહ્યું છે. આવનારા 24 કલાક વધારે મહત્વના રહેશે કારણ કે, આ 24 કલાકમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાની પાસેથી નિકળશે.

બુધવાર મોડી રાત્રે સ્કાયેમેટે માહિતી આપી હતી કે, વાયુ વાવાઝોડુ ફંટાઈ જતા ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે નહી જેના કારણે પ્રસાશન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ અનુસાર ખતરો ટળ્યો છે પરંતુ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ છે. સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. પોરંબદરના કાંઠાના વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વણસી છે. સવારથી જ પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતના સમુદ્ર કાંઠે અને મુંબઈના કાંઠાનો દરિયો પણ અશાંત બન્યો છે જેના કારણે પ્રસાશન દ્વારા સુરક્ષાના પુરતા પગલા લેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, વાયુ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે જેના કારણે દરિયા કાંઠાઓને 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્પીડના કારણે દરિયાકાંઠાને નુકસાન થઈ શકે છે તેવુ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

ક્યા કેવી રહેશે વાયુની અસર

13 જૂને સવારે 9 વાગે વેરાવળની પાસે પહોચ્યું હતું વાયુ
13 જૂને સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચેપોરબંદરની નજીક પહોચ્યું છે
13 જૂને બપોરે 3 વાગે પોરબંદર નજીકથી પસાર થશે
13 જૂને રાત્રે 9 વાગ્યાની આસપાસ પોરબંદરથી દ્વારકા તરફ જશે
14 જૂને સવારે દ્વારકાની આસપાસ પહોંચશે
14 જૂને સવારે 6 વાગે પછી દ્વારકાથી આગળ જશે
14 જૂને વાયુ વાવાઝોડુ દ્વારકાથી ઓમાન તરફ જશે

gujarat gujarati mid-day