વાયુ ફંટાયા બાદ સીએમ રૂપાણીએ ભગવાનનો આભાર માન્યો

13 June, 2019 08:55 PM IST  |  ગાંધીનગર

વાયુ ફંટાયા બાદ સીએમ રૂપાણીએ ભગવાનનો આભાર માન્યો

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ચૂક્યો છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરવા દરમિયાન સીએમ વિજય રૂપાણીએ ભગવાનનો આભાર પણ માન્યો. વાયુ વાવાઝોડાની અસર હજી ભલે ગુજરાતના દરિયાકાંઠે વર્તાઈ રહી હોય, પરંતુ વાવાઝોડાનો ખતરો ટલી ચૂક્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી હાઈ પાવર સમીક્ષા બેઠક બાદ સીએમ વિજય રૂપાણીએ આ માહિતી આપી હતી.

સીએમે માન્યો ભગવાનનો આભાર

સીએમ વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડા અંગે માહિતી આપતા કહ્યું,'દ્વારકાના કૃષ્ણ કનૈયા, હર્ષદમાતા આ બાદની કૃપાથી જે ગુજરાત ઉપર વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હતું એ સદનસીબે ફંટાઈ ચૂક્યુ છે. અત્યારે રાષ્ટ્રીય હવામાન ખાતાના બુલેટિનના આધારે એવું માનવામાં આવે છે કે જે વાવાઝોડું સીધું ત્રાટવાનું હતું એ ઓમાન તરફ ફંટાયું છે. છતાં પણ આજની રાત એલર્ટ છીએ. અત્યારે હાઇપાવરની મીટિંગમાં નક્કી કર્યું છે. કે આજની રાત 10 જિલ્લાઓમાં હાઇ એલર્ટ રાખવામાં આવ્યું છે. સવારના આઠ વાગ્યા સુધી સલામતી માટે તંત્રને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. સ્થળાંતર લોકોને પણ આજની રાતે જ્યાં છે ત્યાં રાખવામાં આવશે. કાલે સમીક્ષા બેઠકમાં નક્કી કરીશું.'

હજી 10 જિલ્લામાં એલર્ટ

જો કે હજીય રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. સંભવિત સ્થિતિને જોતા હજીય 24 કલાક સુધી એલર્ટની સ્થિતિ યથાવત્ છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય મોડમાં જ છે. શુક્રવારે પણ 10 જિલ્લાની શાળાઓને રજાઓ યથાવત રાખવામાં આવશે. સાથે મંત્રીઓ અને અધિકારીઓ હજી ત્યાં જ રહીને પરિસ્થિતિ પર નજર રાખશે.

આ પણ વાંચોઃ વીડિયોમાં જુઓ વાયુની ભયાનક અસર, ક્યાંક બાકડો ઉડ્યો, ક્યાંક ટાવર પડ્યું

પીએમ મોદીએ લીધી માહિતી

સીએમ વિજય રૂપાણીએ વધુમાં માહિતી આપતા કહ્યું,' વાયુ વાવાઝોડાની સ્થિતિમાં હવામાન ખાતાની સાથે સતત સંકલન રાખતા આપણને સફળ રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ફોન કરીને જાણકારી લીધી હતી અને મદદ કરવા માટેની બાંહેધરી આપી હતી. દરેક જિલ્લાના કંટ્રોલ બનાવ્યા છે અને કોઇપણ તકિલફમાં કંટ્રોલ રૂમ સાથે સંકલન કરવામાં આવ્યો છે. આપણે બધા સાથે મળીને ત્રણ દિવસ જંગ ચલાવ્યો અને આપણે સફળ છે. દ્વારકા, પોરબંદર અને વેરાવળ સોમનાથ અને અમરેલી ઉપર વધારે ખતરો છે.

gujarat news Vijay Rupani gandhinagar