વલસાડની વિચિત્ર ઘટના, પતિએ વોટ્સએપ પર પત્નીને આપ્યા ડિવોર્સ

17 June, 2019 04:17 PM IST  |  વલસાડ

વલસાડની વિચિત્ર ઘટના, પતિએ વોટ્સએપ પર પત્નીને આપ્યા ડિવોર્સ

ગુજરાતમાં ફરી એકવાર ત્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડના એક પતિએ પત્નીને વ્હોટ્સ એપ પર મેસેજ કરીને તલાક આપી દીધા. પતિએ ડિવોર્સ આપ્યા બાદ પત્નીએ આ મામલે સાસરા પક્ષના લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. આ ઉપરાંત પરિણીતાને કૂવામાં નાખી મારી નાખવાની ધમકી આપવાની પણ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે સંજાણમાં રહેતા ફરહીન બાનોના લગ્ન જૈલુન જાવેદ ઉમરમીયા કાલિયા સાથે થયા હતા. બંને 2015માં લગ્નના બંધનમાં બંધાયા હતા. જો કે ફરહીનનો દાવો છે કે તેમના સાસરા પક્ષના લોકો લગ્નના બીજા દિવસથી જતેમની સાથે ઝઘઢો કરતા હતા. ફરીનનો પતિ શીપિંગ પર નોકરી કરતો હોવાથી વર્ષના 2 કે 3 મહિના જ પોતાના ઘરે રહે છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે 2016માં ફરહીને પુત્રને જન્મ આપ્યો હતો. જો કે ફરહીનનો પતિ હંમેશા તેના પર આરોપ લગાવતો કે આ પુત્ર તેનો નથી. પરિણામે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ ઝઘડા બાદ ફરહીન પિયર ચાલી ગઈ હતી. જો કે આખરે સમાધાન થતા પુત્ર સાથે ફરહીન સાસરે પાછી ફરી હતી. જો કે ફરહીનનું કહેવું છે કે સાસરે પાછી આવ્યા બાદ તેનો પતિ પુત્ર પોતાની બહેનને આપી દેવા માટે દબાણ કરી રહ્યો હતો. આ માટે ફરહીને ના પાડતા તેને માર પણ મારવામાં આવ્યો હતો. અને ઘરમાં ઝઘડો થયા બાદ તેના સસરાએ તને કૂવામાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

આટલો હોબાળો થયા બાદ ફરહીન પિયરમાં જ રહેતી હતી. એટલે તેના સાસુ સસરાએ જામા મસ્જિદમાં તલાકનામુ જમા કરાવીને ફરહીનના પિતાને મોકલ્યું હતું. તલાકનામાં પર જૈલુનની સહી ક્યાંથી કરાવેલી હતી ? તેમ જણાવતાં મસ્જિદના ટ્રસ્ટી શાહનાદ મુલ્લાએ જણાવ્યું હતું કે જૈલુને વોટ્સએપ તલાકનામું મોકલી આપ્યું છે. પત્ની અને તેના પરિવારને આ તલાક મંજૂર ન હતી. જેથી પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

gujarat news