વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી:ગીરની ગાયો સાથે મનાવ્યો પ્રેમ-દિવસ

15 February, 2019 08:23 AM IST  |  જૂનાગઢ | રશ્મિન શાહ

વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી:ગીરની ગાયો સાથે મનાવ્યો પ્રેમ-દિવસ

જૂનાગઢના ડે. મ્યુનિ. કમિશનરે ગાય સાથે મનાવ્યો વેલેન્ટાઈન ડે

જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડેપ્યુટી કમિશનર પ્રફુલ કનેરિયાએ ગઈ કાલનો વૅલેન્ટાઇન્સ ડે પોતાના પ્રેમ સાથે સેલિબ્રેટ કરવાને બદલે દેશના સૌકોઈને બિનશરતી અને નિસ્વાર્થભાવે પ્રેમ કરતી ગાયોને પ્રેમ કરવાનો સંદેશો આપતાં આખો દિવસ ગાયો સાથે વિતાવ્યો અને ગાયોને કેક, શુદ્ધ ઘીના લાડુ અને બદામપુરી પણ ખવડાવ્યાં. ગિરીશ કોટેચા અને પ્રફુલ કનેરિયા કૉલેજના સમયથી ફ્રેન્ડ્સ છે અને બંન્નેએ લવ-મૅરેજ કર્યા છે. બન્નેનાં લવ-મૅરેજને ત્રીસથી પણ વધારે વર્ષો થઈ ગયાં છે. આવા સમયે નિસ્વાર્થ પ્રેમ કેવો હોય એની અનુભૂતિ કરાવવા માટે તે બંનેએ એક વીક પહેલાં જ નક્કી કરી લીધું હતું કે વૅલેન્ટાઇન્સ ડે ગાયો સાથે ઊજવવો છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે ‘જગતમાં કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના સતત તમને આપ્યા કરવાની ભાવના જો કોઈમાં હોય તો એ ગાય છે અને સૌથી વધારે ધુતકાર પણ જો કોઈ સહન કરતી હોય તો એ ગાય છે. ગાય સાથે ખરાબ વ્યવહાર ન કરો એ સમજાવવા માટે જ અમે ગઈ કાલે આખો દિવસ ગૌશાળા અને રસ્તા પર રઝળતી ગાયો સાથે રહ્યાં.’

આ પણ વાંચોઃ જૂનાગઢઃજેતલવડ ગામે 4 બાળકો સાથે મહિલાનો આપઘાત

લવ-મેરેજ કપલ એવા આ બંને ફ્રેન્ડે ગઈ કાલે દસ કેક બનાવડાવી હતી, જે ગાયોને ખવડાવી તો સાથોસાથ પચાસ કિલો શુદ્ધ ઘીના ચૂરમાના લાડુ અને દસ કિલો બદામપુરી પણ બનાવડાવ્યાં હતાં. તેમની આખી ફૅમિલી પણ ગઈ કાલે રજા રાખીને સાથે રહી હતી. ડેપ્યુટી કમિશનર પ્રફુલ કનેરિયાએ કહ્યું હતું કે વિદેશી તહેવારોની ઉજવણી આ પ્રકારે દેશી રીત સાથે કરવામાં આવે તો એનો વિરોધ કરવાનું પણ મન ન થાય.

 

gujarat news valentines day