Vadodara : આ વ્યક્તિનું ચલાણ કાપવા માટે ટ્રાફિક પોલીસની હિમ્મત નથી થતી

09 September, 2019 07:29 PM IST  | 

Vadodara : આ વ્યક્તિનું ચલાણ કાપવા માટે ટ્રાફિક પોલીસની હિમ્મત નથી થતી

પ્રતીકાત્મક તસવીર

નવા ટ્રાફિક નિયમ લાગૂ થયા પછી પોલીસ એકા એક ચલાણ કાપવામાં વધારો થઈ રહ્યો છે. લોકોને ભારે પ્રમાણમાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોના દંડની રકમ વધારી દિધી છે. 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થયા પછી માહિતી મળી રહી છે કે લોકો પાસેથી દંડની રકમના ભાગરૂપે 40થી લઈને 60 હજાર રૂપિયા દંડ વસૂલી રહી છે ત્યારે ગુજરાતના વડોદરામાં રહેતા આ ભાઈએ ટ્રાફિક પોલીસને ડોક્યૂમેન્ટ બતાવવા માટે અજીબ નુસ્ખો અપનાવ્યો છે.

આ વ્યક્તિનું નામ રામ શાહ છે અને તે વડોદરામાં રહે છે. ટ્રાફિક પોલીસથી બચવા માટે રામ શાહે અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે. ના.. ના આ ભાઈ ટ્રાફિક પોલીસને જોઈને ભાગી નથી જતા પણ આ ભાઈ તો પોલીસની સામેથી નિકળે છે અને એ પણ શાનથી.... રામ શાહ એક ઈન્સ્યોરન્સ એજન્ટ છે અને તેમણે જોયું કે ટ્રાફિક પોલીસ લોકોને એક-એક કરીને રોકી ચેકિંગ કરી રહ્યા છે. તો તેમણે હેલમેટ પર જ ડ્રાઈવિંગ લાઈસન્સ, ઈન્સ્યોરન્સ, પીયૂસી, ગાડીના પેપર્સ ચોટાડી દિધા હતા. હવે જ્યારે પોલીસ તેમને ચેકિંગ માટે ઉભા રાખે છે ત્યારે તેમને ડોક્યૂમેન્ટ શોધવા નથી પડતા.

આ પણ વાંચો: બિહાર પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ સામે નોંધ્યો કેસ, ઉડી રહી છે મજાક

ઉલ્લેખનીય છે કે દંડની રકમ વધાર્યા પછી લોકો ટ્રાફિક પોલીસ પર ગાડી ચઢાવી દે છે અને ઝડપથી છટકીને ભાગી જાય છે જો કે આ યોગ્ય ઉપાય નથી. કેન્દ્ર સરકાર દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે. આ નિયમોના પાલન સાથે લોકો આરામથી વાહન ચલાવી શકે છે.

gujarat gujarati mid-day