વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને મળશે સુપર કમ્પ્યુટર

26 June, 2019 03:05 PM IST  |  વડોદરા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને મળશે સુપર કમ્પ્યુટર

રાજ્ય સરકારે વડોદરાની જાણીતી એમ. એસ. યુનિવર્સિટીન સુપર કમ્યુટર આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા રાજ્યની પાંચ શૈક્ષણિક સંસ્થાને સુપર કમ્પ્યુટર ફાળવવાની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલું સુપર કમ્પયુટર એમ. એસ. યુનિવર્સિટીને મળવાનું છે. આ સુપર કમ્પ્યુટરના કારણે રિસર્સ ક્ષેત્રે ક્રાંતિ થવાની શક્યતા છે

મીડિયા સાથે વાત કરતા એમ. એસ. યુનિવર્સિટીના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના HOD અપૂર્વ શાહનું કહેવું છે કે,'યુનિર્સિટીને સુપર કમ્પ્યુટર મળવાથી ડેટાના એનાલિસીસ, રિસર્ચ ક્ષેત્રે કામ કરવામાં સહેલાઈ રહેશે. સુપર કમ્પ્યુટરના કારણે રિસર્ચમાં ખૂબ જ મોટી ક્રાંતિ આવશે. હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ ફેસિલિટી ઉપલબ્ધ થવાને લીધે યુનિવર્સિટીમાં રિસર્ચ ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે મુખ્યત્વે સિસ્મિક એનાલિસિસ, ક્લાયમેટ ડેટા પ્રોજેક્શન, બાયો મેડિકલ ક્ષેત્રે ડી એન એ એનાલિસિસ, બિગ ડેટા એનાલીસીસ જેવા ક્ષેત્રોમાં સુપર કમ્પ્યુટર વધુ ઉપયોગી છે સુપર કમ્પ્યુટર હોવાને લીધે મશીન લર્નિંગ અને ઈમેજ પ્રોસેસિંગ માટે મહિનાઓ સુધીનો સમયે લાગતો હતો જે હવે ગણતરીના કલાકોમાં સંભવ થશે. ” ઉલ્લેખનીય છે કે એમ. એસ. યુનિવર્સિટીને મળનારું આ સુપર કોમ્પ્યુટર આગામી 3 મહિનામાં કાર્યરત થઈ જશે.

શું છે સુપર કમ્પ્યુટર ?

સુપર કમ્પ્યુટર ખૂબ જ ફાસ્ટ કામ કરવા માટે તૈયાર કરવામાં આવતું વિશેષ પ્રકારનું કમ્પ્યુટર છે. જે સામાન્ય કમ્પ્યુટર કરતા અનેક ગણી સ્પીડે કામ કરે છે, તેનું સ્ટોરેજ પણ મોટી ક્ષમતા ધરાવે છે. આ કોમ્પ્યુટરની સાઈઝ પણ સામાન્ય કમ્પ્યુટર કરતા મોટી હોય છે. સુપર કોમ્પ્યુટર લગભગ 1 રૂમ જેટલી જગ્યા રોકે છે અને તેની લઘુત્તમ કિંમત 50 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ 10 હજારમાં મળતા એસીનું આ છે સત્ય, ખુદ કંપનીએ કર્યો ખુલાસો

પૂર્વ વિદ્યાર્થી છે સ્થાપક

રસપ્રદ વાત એ છે કે આ દેશમાં જ તૈયાર થયેલું સુપર કમ્પ્યુટર છે. અને તે તૈયાર કરનાર વૈજ્ઞાનિક ડૉ. વિજય ભાટકર એમ. એસ .યુનિવર્સિટીમાંથી જ અભ્યાસ કરી ચૂક્યા છે. ડૉ. વિજય ભટકરે એમ.એસ.યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. હાલમાં દેશમાં સુપર કમ્પ્યુટર 'પરમ'ની જુદી જુદી આવૃતિઓ તૈયાર થઈ છે. ડૉ. ભટકરના દ્વારા તૈયાર થયેલા સુપર કોમ્પ્યુટર દેશમાં હવામાનથી લઈ અને સંસશોધન ક્ષેત્રે કાર્યરત છે.

gujarat news vadodara