સંજય સાધુને વિદાય આપવા પત્નીએ વધૂની જેમ શણગાર સજ્યો

22 August, 2019 09:33 AM IST  |  વડોદરા

સંજય સાધુને વિદાય આપવા પત્નીએ વધૂની જેમ શણગાર સજ્યો

પતિને વિદાય આપવા પત્નીએ વધૂની જેમ શણગાર સજ્યો

આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો. અંતિમયાત્રા પહેલાં તેમનાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે. આજે તેમની શહીદી પર આખો દેશ ગર્વ કરે છે.

સંજય સાધુ બીએસએફમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આસામ બૉર્ડર પર ૧૮ ઑગસ્ટના સંજય સાધુ પૅટ્રોલિંગમાં હતા ત્યારે પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા ગઈ હતી, જેથી તે તરત તેમના તરફ દોડી ગયા હતા. દરમિયાન સંજય સાધુનો પગ લપસી ગયો હતો અને તેઓ નાળાના વહેતા પાણીમાં પડી ગયા હતા. જોકે તરત રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : ડાંગના ચીખલા ગામે વર્ષોની માગ બાદ રસ્તો બન્યો અને વરસાદમાં ધોવાઈ ગયો

બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે : શહીદની પત્ની

વીર શહીદ સંજય સાધુની પત્ની અંજના સાધુએ જણાવ્યું હતું કે હું કાલે ઍરપોર્ટ પર ગઈ હતી. એ સમયે વડોદરાની જનતાએ ભરપૂર સહકાર આપ્યો હતો. આવો જ સહકાર અમને સરકારે આપવો જોઈએ. હું માત્ર મારાં બાળકોનું જ વિચારુ છું, બીજું હું કશું જ વિચારતી નથી.

gujarat vadodara