વડોદરા એરપોર્ટ કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં આવ્યું પ્રથમ ક્રમે

08 November, 2019 01:35 PM IST  |  Vadodara

વડોદરા એરપોર્ટ કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં આવ્યું પ્રથમ ક્રમે

વડોદરા એરપોર્ટ (PC : Barodagoogle.com)

વડોદરા એરપોર્ટે મોટી છલાંગ લગાવતા વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં મુસાફરો પાસેથી કરવામાં આવેલા સેટીસ્ફેક્શન સર્વેમાં પહેલા ક્રમે આવ્યું છે. મહત્વનું છે કે વડોદરા એરપોર્ટ ગત વર્ષે બીજા ક્રમે હતું. દેશમાં પાંચ કેટેગરીમાં આવતા વડોદરા સમકક્ષ ધરાવતા કુલ 48 એરપોર્ટમાં બીજા ક્રમે આવ્યું છે. ગત વર્ષે પણ દેશભરમાં બીજા ક્રમે હતું. આ સર્વે એરપોર્ટ એથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો હતો.

વડોદરા એરપોર્ટનો કુલ 10 પેરામીટરમાં સર્વે કરાયો
એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર સર્વેના પેરામીટરમાં કુલ 34 મુદ્રાઓ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખતા 34 પેરામીટરમાંથી 10 પેરામીટરમાં વડોદરા એરપોર્ટના પોઇન્ટ વધ્યા હતા. આ પેરામીટરમાં કુલ 5 પોઇન્ટમાંથી  ગત વર્ષે 4.78 પોઇન્ટ મળ્યા હતા. જે હવે વધીને 4.8 પોઇન્ટ મળ્યા છે. ઇન્ટરનેટ, રેસ્ટોરન્ટ, એરપોર્ટનું વાતાવરણ, વેલ્યુ ફોર મની ઓફ રેસ્ટોરન્ટ, ટર્મીનલમાં ચાલવાનું અંતર સહિતમાં માર્કસ કપાયા છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

વડોદરા એરપોર્ટને 5 પોઇન્ટમાંથી આટલા માર્ક મળ્યા
ટર્મીનલની સ્વચ્છતા               4.79
સ્ટાફનો સ્વભાવ                    4.82
ફ્લાઇટ ઇન્ફોર્મેશન સ્ટ્રીન         4.77
પાર્કિંગ સુવિધા                      4.80
ટ્રોલીની સુવિધા                     4.80
સેફ્ટી & સિક્યોરિટી                4.82

gujarat vadodara baroda