ગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ

06 December, 2019 04:37 PM IST  |  Vadodara

ગુજરાતના આ એરપોર્ટ પર કબૂતર પકડવા પર મળશે ઈનામ

કબૂતરોએ જમાવ્યો એરપોર્ટ પર અડ્ડો

ગુજરાતના વડોદરા એરપોર્ટને 160 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં વિવિધ સુવિધાઓ છતા પણ કબૂતરોની આવન-જાવનના કારણે નવી મુસીબત ઉભી થઈ છે. અહીં 16 કબૂતરોના ટોળાએ ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એરપોર્ટના નિર્દેશકે એક કબૂતર પકડવા માટે એક હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરી છે.

વડોદરા એરપોર્ટને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં 16 કબૂતરોએ પોતાનો અડ્ડો જમાવી દીધો છે. જેનાથી સ્વચ્છતા અને સૌદર્યમાં અસુવિધા થઈ રહી છે. એરપોર્ટ ઑથોરિટી આ કબૂતરો પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ રહી છે. આ જ કારણ છે કે તેમણે નાગરિકોને આહ્વાન કર્યું છે કે તેઓ આ અસુવિધામાં તેમની મદદ કરે. જેના માટે તેમને પ્રતિ કબૂતર એક હજાર રૂપિયા આપવામાં આવશે.

વડોદરા એરપોર્ટ ઑથોરિટીના નિર્દેશક ચરણ સિંહના અનુસાર ચેન્નઈ એરપોર્ટ પર પણ કબૂતરોનો ત્રાસ હતો. ત્યાંના લોકોએ તેમને ખૂબ જ સહયોગ આપ્યો હતો. ત્યાની કેટલીક નિશ્ચિત જાતિઓના લોકો કબૂતર પકડવામાં માહેર છે. ચેન્નઈ એરપોર્ટ ઑથોરિટીએ તેમનો સંપર્ક કરીને કબૂતરોને પકડાવ્યા. જે બાદ હવે ત્યાં કબૂતરોની કોઈ સમસ્યા નથી.

આ પણ જુઓઃ બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

તેમણે કહ્યું કે લગભગ 25 ફીટ ઊપર રહેતા કબૂતરોનો સામનો કરવાનું આસાન નથી. તેઓ કબૂતરોને ક્રૂરતાથી નથી મારવા માંગતા. તેમને કબૂતરોથી કોઈ સમસ્યા નથી. પરંતુ લોકો ગંદકીના કારણે ત્યાંથી પાછા જતા રહે છે. એટલે તેમણે કબૂતરો પકડવા માટે ચેન્નઈ એરપોર્ટ ઑથોરિટીનો સંપર્ક સાધ્યો છે. અહીં કુલ 16 કબૂતરો છે. આ કબૂતરોને પકડવા માટે એક હજાર રૂપિયાની પણ જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વડોદરા એરપોર્ટ પર જલ્દી જ તેની સમસ્યાથી છૂટકારો મળશે.

gujarat vadodara