ઉત્તરાયણ નિવડી ઘાતકઃ પાંચ લોકોનાં મોત, ચાલીસથી વધુ ઘાયલ

14 January, 2019 09:12 PM IST  |  | Dirgha media news agency

ઉત્તરાયણ નિવડી ઘાતકઃ પાંચ લોકોનાં મોત, ચાલીસથી વધુ ઘાયલ

ઉત્તરાયણ નિવડી ઘાતક

મકરસંક્રાતિના પર્વ પણ અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પતંગ ચગાવતા સમયે પાંચ લોકોના ધાબા પરથી પડી જવાના કારણે મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધારદાર ચાઈનીઝ દોરીના કારણે 40થી વધુ લોકોને ગળા કપાયા છે. ધારદાર ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે, છતાં પણ દોરીઓનું વેચાણ થાય છે, જે ઘાતક નિવડે છે. આ પ્રકારની દોરી મંગાવનાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાલીના મર્ડરનું કારણ સીક્રેટ મોબાઇલ વિડિયો

પતંગની દોરીના લીધે પક્ષીઓને પણ નુકસાન થાય છે. જેમની મદદ એનિમલ હેલ્પલાઈન અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. આ કર્મચારીઓ ખડેપગે ઘાયલ પક્ષીઓને સારવાર આપી રહ્યા છે. ઘણીવાર આ દોરી દ્વિચક્રી વાહનો પર જતા લોકો માટે પણ ઘાતક નિવડે છે. જેનાથી બચવા માટે લોકો ગાર્ડ પણ ફીટ કરાવે છે. જેથી ઈજાથી બચી શકાય.

 

અમદાવાદમાં પણ આજના દિવસે અકસ્માત થયા. જેમાં ધાબા પરથી પડી જવાના 21 કેસ જ્યારે દોરીના કારણે ઈજા થવાના 55 કેસો સામે આવ્યા.

makar sankranti gujarat