આ વર્ષથી જ શૈક્ષણિક સંસ્થાઓમાં મળશે અનામતનો લાભઃ વડાપ્રધાન મોદી

17 January, 2019 07:08 PM IST  | 

આ વર્ષથી જ શૈક્ષણિક સંસ્થાઓમાં મળશે અનામતનો લાભઃ વડાપ્રધાન મોદી

તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

અમદાવાદમાં 750 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલી SVP હૉસ્પિટલનું વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું. જે બાદ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે અન્ય સમાજની અનામત સાથે છેડછાડ કર્યા વગર સવર્ણોને અનામત આપી. જેના કારણે સમાજમાં સમરસતા વધશે. વડાપ્રધાન મોદીએ સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામત આપવામાં આવશે. અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આ વર્ષથી જ મળતો થઈ જશે.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આવતા સમયમાં આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી મળી રહેશે. ખાસ કરીને ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની માંગ વધશે. જેનો સીધો લાભ ગુજરાતને મળશે. સાથે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના સ્વચ્છતાના આગ્રહ અને તેમણે અમદાવાદ માટે કરેલા કામોને પણ યાદ કર્યા.

આ પણ વાંચોઃ વતનમાં વડાપ્રધાનઃપીએમ મોદીએ કર્યું SVP હૉસ્પિટલનું લોકાર્પણ

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા સંબોધનમાં રાજ્યને AIIMSની ફાળવણી કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો. સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ અમદાવાદને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવા માટે કાર્યરત હતા.અમદાવાદને રિવરફ્રન્ટ, હૉસ્ટિપટલ, હાઇવે વગેરે નરેન્દ્ર મોદીજીના વિઝનને કારણે સાકાર થયું છે.

અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આવા શોપિંગ ફેસ્ટિવલનું દર વર્ષે આયોજન થવું જોઈએ. સાથે ગુજરાતની ઉદ્યમી પ્રજાના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમયે જે ગુજરાતીઓ માત્ર વેપાર માટે જાણીતા હતા તેઓ અત્યારે ઉત્પાદન કરવા માંડ્યા છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં હસ્ત શિલ્પીઓથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને હોટેલ રેસ્ટોરન્ટ જોડાયેલા છે. આ પ્રકારની બિઝનેસ સમિટ દેશના અને ગુજરાતના વિકાસ માટે સહાયતારૂપ બને છે.

narendra modi ahmedabad gujarat