ગુજરાત માટે ૪૮ કલાક હજી પણ જોખમ

14 September, 2021 11:30 AM IST  |  Rajkot | Rashmin Shah

હજી પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત્ છે

પ્રતીકાત્મક તસવીર

લો-પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમને કારણે ગુજરાતભરમાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યો, પણ આવી જ પરિસ્થિતિ આવતા બે દિવસ સુધી અકબંધ રહે એવી સંભાવના ગુજરાત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગનાં મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ડિપ્રેશનની અસર હજી પણ બે દિવસ દેખાઈ શકે છે, જેને લીધે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.’

ગુજરાતમાં ગઈ કાલે ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહી સાથે ગુજરાત સરકાર દ્વારા ૧૪ રૂટ પર બસવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો એનડીઆરએફની પાંચ ટીમને રેસ્ક્યુ ઑપરેશન માટે તહેનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લાને ત્રણ અને રાજકોટ જિલ્લાને બે ટીમ આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે ગુજરાત સરકાર દ્વારા ૧૪ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે અને દરેક પ્રકારની રજા રદ કરવામાં આવી છે.

gujarat gujarat news Gujarat Rains Rashmin Shah