સુરત: મનપા સંચાલિત સ્વિમીંગપુલમાં 1 મહિનામાં 2 લોકોના મોતથી લોકોમાં રોષ

01 May, 2019 08:38 PM IST  |  સુરત

સુરત: મનપા સંચાલિત સ્વિમીંગપુલમાં 1 મહિનામાં 2 લોકોના મોતથી લોકોમાં રોષ

સુરત મનપા સંચાલીત સ્વિમીંગ પુલ

છેલ્લા 1 મહિનામાં સુરતનું નામ સારા અને ખરાબ એમ બંને સમાચારના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. સુરત કોર્પોરેશનની સારી કામગીરી બાદ બેદરકારી પણ સામે આવી છે અને આ બેદરકારીના કારણે 2 લોકોના મોત નિપજ્યા છે. મનપા સંચાલિત સ્વીમીંગ પુલમાં છેલ્લા 15 દિવસમાં કોચની બેદરકારીના કારણે 2 લોકોના મોત નિપજ્યા છે.

સુરત કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઇ પગલા નથી લીધા
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલમા છેલ્લા પંદર દિવસથી સ્વિમીંગ કોચની બેદરકારીને કારણે કિશોર સહિત 2ના મોત નિપજ્યા છે. મહત્વની વાત એ છે કે આ બંને બનાવમા સુરત મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા કોઇ પણ પ્રકારના કાયદાકીય પગલા ન લેવાતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ જુઓ : ઋષિતા ભાલાળાઃમળો ગુજરાતની એક માત્ર બાઈકર ગર્લને, જે હવા સાથે કરે છે વાતો

પરીવારનો સ્વિમીંગ કોચની બેદરકારીનો આક્ષેપ
મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમા મનસુખભાઇ ભાતપોરવાળા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તે પોતાના ઘર પાસે આવેલ મનપા સંચાલિત સ્વમીંગ પુલમાં દરરોજ જતા હતા. જો કે મળતી માહિતી મુજબ રોજેની જેમ મનસુખભાઇ અડાજણ સ્થિત સ્વીમીંગ પુલમાં ગયા હતા. જ્યા ઇસ્ટેકટરો પણ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ એકા એક મનસુખભાઇ સ્વીમીંગ પુલના પાણીમા ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો તથા અડાજણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિવારજનોએ ઇસ્ટેકટરોની બેદરકારીને કારણે મનસુખભાઇનું મોત નીપજયુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

હજુ 15 દિવસ પહેલા જ મનપા સંચાલીત સ્વીમીંગ પુલમાં 12 વર્ષના કિશોનું મોત થયું હતું
મહત્વની વાત એ છે કે
, 15 દિવસ પહેલા જ ભટાર સ્થિત મનપાના સ્વીમીંગપુલમાં ઇસ્ટેકટરોની બેદરકારીને કારણે એક 12 વર્ષના કિશોરનુ મોત નીપજયુ હતુ. જેમા મનપા દ્વારા પોલીસ ફરિયાદ કરવાના બદલે સ્વિમીંગ કોચને સસ્પેન્ડ જ કર્યા હતા. ત્યારે આ ઘટના બાદ મનપા કોઇ કાયદાકીય પગલા આ કોચ સામે લે છે કે કેમ તે જોવાનું રહ્યું?

surat gujarat