મહેમદાવાદના કનીજ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા પડેલાં છ બાળકો ડૂબી ગયાં

01 May, 2025 01:50 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કઠણ કાળજાના માનવીના હૃદયને પણ હચમચાવી મૂકતી આ કરુણાંતિકા અને સ્વજનોના આક્રંદથી નદીકિનારે ગમગીની પ્રસરી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં મહેમદાવાદના કનીજ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં ગઈ કાલે સાંજે ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા પડેલા મામા-ફઈનાં છ દીકરા-દીકરીનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. કઠણ કાળજાના માનવીના હૃદયને પણ હચમચાવી મૂકતી આ કરુણાંતિકા અને સ્વજનોના આક્રંદથી નદીકિનારે ગમગીની પ્રસરી ગઈ હતી.

અમદાવાદથી કનીજ મામાને ત્યાં ભાણિયાઓ વેકેશન માણવા માટે ગયા હતા. આ ભાણિયાઓ  અને મામાનાં સંતાનો મળીને છ બાળકો કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા ગયાં હતાં, પરંતુ આ બાળકોને ખબર નહોતી કે તેઓ જ્યાં નાહવા ગયાં છે એ નદીની જગ્યા ઊંડી છે. એના કારણે આ છ બાળકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, મામલતદાર, પોલીસ અને ગામના લોકો નદીકિનારે દોડી આવ્યાં હતાં અને નદીમાં ડૂબી ગયેલાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી. એમાં બે કિશોર અને ચાર કિશોરીઓની ડેડ-બૉડી મળી આવી હતી.

gujarat gujarat news news ahmedabad