બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર 7 ઈંચ વરસાદ : ખેડુતોને ભારે નુકસાન

30 September, 2019 08:30 PM IST  |  Banaskatha

બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર 7 ઈંચ વરસાદ : ખેડુતોને ભારે નુકસાન

બનાસકાઠાના ભાભરમાં 7 ઈંચ વરસાદ

Banaskatha : ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કુદરતી મહેરના બદલે કહેર વર્તાવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.

ઢીંચણ સમા પાણી ભરાયા

છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે પાંચ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલીઓ વધી જવા પામી છે. ભાભર શહેરના લાટી બજાર ખાડીયા વિસ્તાર આઝાદ ચોક વાવ રોડ અને નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર લાઇનો પાણી ગાળી ન શકતા મુશ્કેલી સર્જાઇ હતી.

લીલા દુષ્કાળના એંધાણ
ભાભર મામલતદારના આદેશથી પાલિકાના વહીવટીતંત્રએ પાણીનો નિકાલ કરાવ્યો હતો. રહીશોએ હાસકારો અનુભવ હતો. જ્યારે વધુ વરસાદને લઈને ખેડૂતોને પડતા ઉપર લાત સમાન એરંડા કપાસ જુવારના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કાપણી કરીને રાખેલા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. વરસાદનો કહેર વર્તાતા હવે લીલા દુષ્કાળનાં એંધાણ વર્તાઇ રહ્યા છે ખેડૂતોને નુકસાન આપવા માંગ ઉઠી રહી છે. ભાભર તાલુકાના ઢીંકવાળી વડપગ ગોસણ ઊજનવાડા ઊંડાઈ બુરેઠા કપરુપુર ચીચોદરા ખારા નેસડા કારેલા અબાળા વગેરે ગામોમાં એરંડા કપાસ જુવાર અને મોટું નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે.

આ પણ જુઓ : દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ, ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, જિંદગી જોખમમાં

કાંકરેજ તાલુકામાં સતત બે દિવસ થી ભારે વરસાદ એક દિવસ મા 3 ઇંચ વરસાદ ખાબક્યો 
કાંકરેજ તાલુકના ના થરા સહિત તાલુકામાં છેલા બે દિવસ થી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે ખેતી પાકો મા પાણી ભરાઈ રહેતા કપાસ, એરંડા અને ઘાસચારાના પાકને વ્યાપક અસર થવાની ભીંતિ સેવાઈ રહી છે. એક દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા થરાનું બજાર સૂમસામ ભાસતું હતું.

gujarat Gujarat Rains