સૌરાષ્ટ્ર ‘છબરડા’ યુનિવર્સિટીમાં 2000 વિદ્યાર્થીઓ PhD ની ડિગ્રી અમાન્ય

19 September, 2019 07:35 PM IST  |  Rajkot

સૌરાષ્ટ્ર ‘છબરડા’ યુનિવર્સિટીમાં 2000 વિદ્યાર્થીઓ PhD ની ડિગ્રી અમાન્ય

Rajkot : રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોને લઇને હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. જોકે ઘણા લોકો તેને છબરડાની યુનિવર્સિટી પણ કહે છે. ત્યારે આ વખતે મળી રહેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓને PhD ની ડિગ્રી અમાન્ય હોવાનું સામે આવ્યું છે.


દેશની તમામ યુનિવર્સિટીઓ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન(યુજીસી)ની ગાઇડલાઇન મુજબ ચલાવવાની હોય છે. ત્યારે ગુજરાતની સૌપ્રથમ એ ગ્રેડ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતત તેના નીતિનિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગુનાહિત ચેડાં થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીસીની ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરોની મંજૂરી વગર એક્સટર્નલ અભ્યાસક્રમ ચલાવતી હોવાના તૂતનોગુજરાતના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો.

છેલ્લા 10 વર્ષમાં 2000થી વોદુ ડૉક્ટરોની ડિગ્રી ખોટી રીતે આપ્યાનું સામે આવ્યું છે
તપાસમાં સામે આવ્યું કે યુજીસી રેગ્યુલેશન એક્ટ 2009, 2015 અને 2016નો ભંગ કરી યુ.જી. અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઇડશિપ આપી છેલ્લા 10 વર્ષમાં 2000થી ‌વધુ વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી આપી દીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. યુજીસીના નિયમો મુજબ આ ડિગ્રી અમાન્ય છે અને તેના આધારે સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની નોકરી મેળવનારા ઉમેદવારોની નોકરી જાય અને તેઓ ઘરે બેસી જાય તેવી ભીતિ રહેલી છે.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

અન્ય યુનિ.માં પણ યુજી અધ્યાપકોને ગાઇડશિપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપરાંત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ.યુનિવર્સિટી, ભાવનગર યુનિ.માં યુ.જી. અધ્યાપકોને ગાઇડશિપની લહાણી કરવામાં આવી છે.

gujarat rajkot saurashtra