હવે, સ્ટેચ્યું ઓફ યુનિટીની સફર થશે મોંઘી, જાણો કારણ

07 April, 2019 05:59 PM IST  |  રાજપીપળા

હવે, સ્ટેચ્યું ઓફ યુનિટીની સફર થશે મોંઘી, જાણો કારણ

સ્ટેચ્યું ઓફ યુનિટી (File Photo)

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ નહી પરંતુ વિદેશમાં પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યારેથી આ સ્થળને પ્રવાસન સ્થળમાં ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારથી અહીં મુલાકાતીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે હવે જો તમે સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો થોડા વધુ પૈસા ભેગા કરજો.

આ કારણથી વધશે ફી
સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા માટે મુલાકાતીઓની સંખ્યા દિવપ્રતીદિન વધતી જાય છે. ત્યારે હવે ત્યા સુધી જવા માટે લોકોએ વધુ ફી ખર્ચવી પડશે. હાલ પ્રવાસીઓ માટે ત્યા ટિકીટનો દર 350 રૂપિયાનો છે. જોકે તમને જણાવી દઇએ કે મુલાકાત માટેની 350 રૂપિયા માટેની ફીમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો. પરંતુ હવે સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જવા માટે વધુ ફી ચુકવવી પડશે. એટલે કે આ રસ્તા પર ટોલ પ્લાઝા શરૂ થઇ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે.

450 કરોડના ખર્ચે નવા રસ્તાઓ થયા તૈયાર
સ્ટેચ્યું ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને જોવા માટે રાજ્ય, દેશ અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સારા રસ્તાની સુવિધા પણ ઉભી કરવામા આવી છે. ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે.
450 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસૂલવાની કવાયત હાથ ધરી છે. આ માટે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બનાવાઈ રહ્યો છે. જે આવનારા 6 મહિનામાં ટોલ પ્લાઝા કાર્યરત થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

આ પણ જુઓ : 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

જાણો, ક્યા વિસ્તારમાં ટોલ ભરવો પડશે
ટોલ પ્લાઝા શરૂ થશે ત્યારે કેટલો ટોલ લેવાશે તે હજું નક્કી નથી કરાયું. પહેલું ટોલ પ્લાઝા અંકલેશ્વર-કેવડીયા રોડ પર પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે. અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહન ચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનોને પણ આ ટોલ પ્લાઝા માં ટેક્સ ભરીને જવું પડશે.

પ્રવાસીઓને આકર્ષવા માટે હેલિકોપ્ટરની પણ સુવિધા
હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે.10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે.આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે.એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે.

gujarat