છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા

30 October, 2019 04:37 PM IST  |  Rajkot

છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા

રાજકોટ જિલ્લામાં અનુભવાયા ભુકંપના આંચકા

Rajkot : જામનગર બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ભુકંપનો આંચકો અનુભવાયો છે. આજે બુધવારે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે પણ જિલ્લામાં 2.4ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.


છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ભુકંપના 3 આંચકા અનુભવાયા
આજે રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણીના હડમતાળા અને અરડોઇ ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 24 કલાકમાં બંને ગામોમાં ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જામનગગમાં 2.6, ભચાઉમાં 2.4, મહુવામાં 3.8 અને ગોંડલમાં 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.


18 ઓક્ટોબરના રોજ જિલ્લામાં ચાલુ મહિનામાં નોંધાયો હતો બીજો ભુકંપનો આંચકો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 18 ઓક્ટોબરના રોજ રાત્રીના 9:35 કલાકે 3.2 રિચટર સ્કેલનો આંચકો આવ્યા હતો. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા, ભલસાણ, સરાપાદર, લલોઈ, ખાનકોટડા, ખંઢેરા અને બાંગામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

11 ઓક્ટોબરના રોજ જામનગરમાં નોંધાયા ભુકંપના 3 આંચકા
જામનગરમાં 11 ઓક્ટોબરના રોજ મહિનાનો પહેલો આંચકો આવ્યો હતો. જોકે આ દિવસે સતત ત્રણ આંચકા નોંધાયા હતા. ત્યાર બાદ ગુરુવારે વહેલી સવારે 3:39 મિનિટથી રાત્રીના 8:35 મિનિટ દરમિયાન ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જામનગર ડિઝાસ્ટરના ભૂકંપ માપન યંત્રમાં નોંધાયેલા ત્રણ આંચકામાં પ્રથમ આંચકો જામનગરથી 22 કિ.મી. દૂર કાલાવડના સાડાપદર, દેરાજા અને મતવા ગામમાં અનુભવાયા હતા. જેમાં પ્રથમ આંચકો ગુરુવારે સવારે 3:39 મિનિટે 1.8થી તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. 19 ઓક્ટોબરના ગુરુવારે સવારે 7:02 મિનિટે 2.9નો આંચકો અને રાત્રીના 8:35 મિનિટે સાઉથ ઇસ્ટમાં જ 26 કિ.મી. દૂર 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જોકે, આ ભૂકંપથી કોઇ નુકસાની કે દોડધામ જોવા મળી નથી. કેટલાક લોકોએ આંચકો અનુભવ્યો છે તે ઘણા લોકો આંચકાથી અજાણ રહ્યા છે.

gujarat rajkot jamnagar earthquake