અનેક તકલીફો વચ્ચે પણ અમદાવાદની આ છોકરી લાવી ઝળહળતું પરિણામ

21 May, 2019 05:22 PM IST  |  અમદાવાદ

અનેક તકલીફો વચ્ચે પણ અમદાવાદની આ છોકરી લાવી ઝળહળતું પરિણામ

અમદાવાદની મુમુક્ષાએ મેળવ્યું ઝળહળતું પરિણામ

મુમુક્ષા ઉમેશભાઈ મકવાણા, અમદાવાદની આ છોકરીએ ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં 91.74 PR મેળવ્યા છે. આ મુમુક્ષાની સફળતા એટલા માટે મહત્વની છે કે તે મધ્યવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પરિવારે અનેક મુશ્કેલીઓ ઉઠાવીને પણ દીકરીને ભણાવી છે.

દીકરીને તમામ સુવિધાઓ આપી
મકવાણા પરિવારે બાંધી આવક વચ્ચે પણ દીકરીને ભણતરમાં કોઈ સમસ્યા ન આવે તેવો પ્રયાસ કર્યો. પિતા એક રેસ્ટોરન્ટમાં જોબ કરે છે. માતા થોડું ઘરનું કામ કરે છે. પરંતુ મુમુક્ષાને સારું શિક્ષણ આપવામાં પરિવારે કોઈ કસર નથી કરી.

મુમુક્ષા ભણવામાં પહેલેથી જ હતી હોશિયાર
મુમુક્ષા વિશે વાત કરતા તેમના પિતા ઉમેશભાઈ કહે છે કે, 'મુમુક્ષાનું પરિણામ જોઈને અમને ગૌરવનો અનુભવ થાય છે. મુમુક્ષા પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. તેની મહેનત જોઈને જ અમે તેના માટે તમામ સુવિધાઓ પુરી પાડતા હતા.'

આ પણ વાંચોઃ રાંકનું રતનઃ કુરિયરની ડીલિવર કરતા રમેશભાઈનો પુત્ર લાવ્યો 99.94 PR

શાળાનો હતો સારો સહયોગ
અમે આ સફળતા વિશે જ્યારે મુમુક્ષાએ વાત કરી ત્યારે તેણે કહ્યું કે, 'મારી આ સફરમાં મને મારી શાળા, સુમન સ્કૂલમાંથી સારો સહયોગ મળ્યો છે. તેમના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે જ મારામાં આત્મવિશ્વાસ આવ્યો હતો.'

મુમુક્ષા દસમા ધોરણ પછી કોમર્સ ફિલ્ડમાં જવાની છે. અને તેને ભણી-ગણીને સારી નોકરી કરવાની ઈચ્છા છે.

ahmedabad gujarat