નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ગુજરાતના આ મહાનુભાવો આપશે હાજરી

30 May, 2019 05:34 PM IST  |  ગાંધીનગર

નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ગુજરાતના આ મહાનુભાવો આપશે હાજરી

શપથવિધિમાં ગુજરાતના આ મહાનુભાવો આપશે હાજરી

આજે બીજીવાર વડાપ્રધાન તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે વડાપ્રધાન મોદી. ભવ્ય એવા શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના મહેમાનો આવી રહ્યા છે. તો ગુજરાતમાંથી પણ મહાનુભાવો આ સમારોહમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ
વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. વડાપ્રધાન શપથ લે ત્યારે હાજર રહેવા માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ લોકો પણ આપશે હાજરી
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે રાજ્યના જાણીતા બિલ્ડર પ્રવીણ કોટક, મંત્રી ઈશ્વર પટેલ અને ઈશ્વરભાઈ પરમાર, ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા, મંત્રી ગણપત વસાવા અને પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી પણ વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહના સાક્ષી બનશે. સાથે જ ક્રેડાઈના ચેરમેન રાજકોટના સાંધ્ય દૈનિક અકિલાના તંત્રી કીરીટ ગણાત્રાને પણ આ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહ પણ સમારોહમાં હાજરી આપશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ શપથના સાક્ષી બનશે.

આ વખતે વધુ હશે મહેમાનો
રાષ્ટ્રપતિ ભવન આ વખતે વધુ મહેમાનોનું સ્વાગત કરવાનું છે. સમારોહમાં દિગ્ગજ નેતાઓ સામેલ થવાના છે. જેથી એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે સમારોહમાં કોઈ કમી ન રહી જાય. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મોદી મંત્રી મંડળ એ વાત પર ભાર મુકી રહ્યા છે કે સમારોહ સાદો રાખવામાં આવે જેનાથી તે એટલો જ પ્રભાવશાળી લાગી શકે.

કાંઈક આવી છે ભોજનની વ્યવસ્થા
આ સમારોહ મોટા ભાગે 2014ના સમારોહ જેવો જ હશે. ઉંચી સીટ રાખવામાં આવશે જેથી તમામ લોકો તેને જોઈ શકે. મહેમાનો માટે હળવું જમવાનું અને નાસ્તો રાખવામાં આવશે. નાસ્તો શાકાહારી હશે. જેમાં સમોસા, રાજભોગથી લઈને લેમન ટાર્ટ હશે. જ્યારે ભોજન શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું હશે. તમામ ભોજન રાષ્ટ્રપતિના રસોડામાં જ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાની: એક મોડેલથી સફળ રાજકારણી સુધીની સફર

આ વખતે બદલવામાં આવ્યો સમરોહનો સમય
આ વખતે સમયનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહેમાનો માટે જમવાનો સમય પણ મોડો રાખવામાં આવ્યો છે. ભોજનમાં રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડિશ દાલ રાયસીના પણ સામેલ છે. જેને બનાવવા માટે 48 કલાકથી વધુનો સમય લાગે છે. મંગળવાર રાતથી જ તેને બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેનો સ્વાદ મહેમાનો માણી શકશે.

narendra modi Loksabha 2019 gujarat Nitin Patel Vijay Rupani