Gujarat Fire News: ગુજરાતમાં વલસાડના વાપી વિસ્તારમાં લાગી ભીષણ આગ

20 December, 2020 05:26 PM IST  |  Valsad | Gujarati Mid-day Online Correspondent

Gujarat Fire News: ગુજરાતમાં વલસાડના વાપી વિસ્તારમાં લાગી ભીષણ આગ

તસવીર સૌજન્ય - જાગરણ

રવિવારે સવારે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો આગ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાના કારણો અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. નવી માહિતી અનુસાર આગને કાબૂમાં લેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ગોડાઉનમાં આગને કારણે ઘણું નુકસાન થવાની સંભાવના છે.

આપને જણાવી દઈએ કે રવિવારે સવારે વાપીના બલિઠા વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી મજબૂત હતી કે તે ધીરે ધીરે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ. પણ આ અકસ્માતમાં કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને રાસાયણિક ભંગારનો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. જેના કારણે આખા આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. આકાશમાં આગની જ્વાળાઓ જોઈ લોકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

સ્થળ પર હાજર ફાયરફાઈટરે જણાવ્યું હતું કે અહીંયા એક નહીં પરંતુ દસ ગોડાઉનમાં આગ લાગી છે. આગ પર કાબૂ લેવામાં આવી છે પરંતુ આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. હોઈ શકે છે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે.

gujarat ahmedabad