ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણીમાં વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલાઓ પર ખાસ ફોકસ રહેશે

28 September, 2022 08:04 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘આ વખતે ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગ, મહિલાઓ અને નવા વોટર્સ પર ધ્યાન આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ ઃ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘આ વખતે ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગ, મહિલાઓ અને નવા વોટર્સ પર ધ્યાન આપવામાં આવશે, જેથી મેક્સિમમ લોકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરે.’
‘સૌથી પહેલાં ગુજરાતના લોકોને અભિનંદન. આગામી ચૂંટણી એટલે કે લોકશાહીના પર્વમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે ચૂંટણી પંચ તરફથી આહ્‍વાન છે. જો હું એને ગુજરાતીમાં કહું તો મતદાન કરવાનો અવસર આવ્યો છે ગુજરાતના આંગણે, મતદાન કરવાની અમૂલ્ય તક ચૂકશો નહીં. છેલ્લા બે દિવસમાં ચૂંટણી પંચ પૉલિટિકલ પાર્ટીઓને મળ્યું હતું. અમે જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરીએ ત્યારે અમે પૉલિ​ટિકલ પાર્ટીઓને મળીએ છીએ. એ પછી ડેપ્યુટી કમિશનર્સ, કલેક્ટર્સ, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, આઇજી અને એ પછી ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા સંભાળતી તમામ એજન્સીઓને મળીએ છીએ. એ પછી મુખ્ય સચિવ અને ડીજીપીની સાથે મુલાકાત થાય છે, જેનો હેતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા કરવાનો છે.’

gujarat news ahmedabad