જુનાગઢની બૌદ્ધ ગુફાને અફલાતુન બનાવશે કેન્દ્ર સરકાર

25 August, 2019 09:55 PM IST  |  Junagadh

જુનાગઢની બૌદ્ધ ગુફાને અફલાતુન બનાવશે કેન્દ્ર સરકાર

જુનાગઢની ગુફાઓ

Junagadh : દિલ્હીમાં જેમ લાલ કિલ્લાની સારસંભાળ અને પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ બનાવવા ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો હતો. તે જ રીતે ગુજરાતની ચાર હેરીટેજ સાઇટ મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણ કી વાવ, જૂનાગઢની બૌદ્ધ ગુફા અને ચાંપાનેરની યુનેસ્કો હેરીટેજ સાઇટ હવે વધુ સગવડો અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષે તેવી બનાવાશે. અમદાવાદના અક્ષર ટ્રાવેલ્સ સાથે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે કરાર કર્યા છે.

દિલ્હી અને રાજ્યોના પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સ દિલ્હી ખાતે યોજાઇ હતી. જેમાં પ્રવાસીઓ પોતાના રાજ્યમાં અને પાડોશી રાજ્યોમાં વધુ પ્રવાસ કરવા કેવી રીતે જાય તે બાબતે મનોમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પર્યટન મંત્રાલય સાથે અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લી. રાજ્યની ચાર હેરીટેજ સાઇટસની સાચવણી અને પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઉભી કરવા માટે એમઓયુ થયા હતા. કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહાદસિંઘ પટેલ, રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા, પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.કે.હૈદર અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના મેનેજીંગ ડીરેકટર જેવું દેવનની હાજરીમાં આ કરાર થયા હતા.

આ પણ જુઓ : જુઓ અને જાણો 'જૂના'ગઢને દુર્લભ અને ઐતિહાસિક તસવીરોમાં

અક્ષર ટ્રાવેલ્સના ડીરેકટર મનીષ શર્માએ જણાવ્યું હતું કે, આ ચાર સાઇટ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાશે, પ્રવાસીઓને આકર્ષવા લેન્ડસ્કેપીંગ કરવામાં આવશે. ઓપરેશન, મેન્ટેનન્સ, પાયાની સુવિધાઓ અને ઇલ્યુમિનેશન કરવાની જવાબદારી અમારી રહેશે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હેરીટેજ સાઇટનું સંરક્ષણ અને સારસંભાળ પર ધ્યાન આપવામાં આવશે. પ્રવાસીઓ માટેની સુવિધા ઉભી કરવી સાથે તમામ ઇન્ફોર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ જેવી બાબતો પર ફોકસ રાખવાનું રહેશે.


રાજ્યની ચાર સાઇટ ઉપરાંત રેસબર્ડ ટેકનોલોજીને ઓડીયો ગાઇડ, દ્રષ્ટી લાઇફ સેવીંગ પ્રા.લી.ને બેકેલ ફોર્ટ, કેરળ, ઇન્ટરગ્લોબ ફાઉન્ડેશનને દિલ્હી સ્થિત ખાન-એ-ખાન ટોમ્બની સારસંભાળ માટેની કામગીરી સોંપવામાં આવી છે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે જે શરતે હેરીટેજ સાઇટની સારસંભાળ કામગીરી સોપી છે તેમાં હાલની સગવડો ઉપરાંત વિવિધ માળખાગત કે જરૂરી સવલતો સ્થાપાશે. તેમાં સાઇનેજિસ, લેન્ડસ્કેપ, સિકયોરીટી, ડીઝીટલ ગાઇડ, લાઇટસ, પાર્કીંગ સીસીટીવી અને વાઇફાઇડ જેવી સગવડો આપીશું. સાથે સાથે નવા ઇન્સ્ટોલેશનમાં ઓડીયો-વિઝ્યુઅલ રૂમ, સોવેનિયર શોપ, સ્નેકસ કાઉન્ટર, ટોઇલેટ બ્લોક અને લોકરરૂમ પણ સ્થાપવામાં આવશે.

junagadh gujarat