BJP બની ગંભીર, સુખદ સમાધાન માટે પ્રયત્નો શરૂ

16 April, 2024 06:59 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સી. આર. પાટીલે કહ્યું કે તેમના આગેવાનો સાથે મુખ્ય પ્રધાન સહિત અમે તેમની સાથે સંપર્કમાં છીએ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત BJPના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ ગઈ કાલની મીટિંગમાં.

સી. આર. પાટીલે કહ્યું કે તેમના આગેવાનો સાથે મુખ્ય પ્રધાન સહિત અમે તેમની સાથે સંપર્કમાં છીએ, સુખદ નિવેડો આવે એ માટે અમારા પ્રયત્ન છે જ અને અમે એ માટે ગંભીર છીએ 
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે રવિવારે રાજકોટના રતનપરમાં રાજપૂત સમાજે યોજેલા મહાસંમેલન અને શક્તિ પ્રદર્શન બાદ એની અસર ગુજરાતમાં ઊભી થઈ છે અને આ મુદ્દે BJP ગંભીર બની છે તથા સુખદ સમાધાન માટેના એના પ્રયત્ન શરૂ કર્યા છે.

ગુજરાત BJPના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે પત્રકારોને આ મુદ્દે કહ્યું હતું કે ‘તેમના આગેવાનો સાથે BJPના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ, હું, હર્ષ સંઘવી મળી અમે બધા જ તેમની સાથે સંપર્કમાં છીએ. તેમની સાથે વાતચીત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એ માટેના અમારા પ્રયત્ન ચાલી જ રહ્યા છે. અમે એ માટે ગંભીર છીએ.’  

gujarat news ahmedabad rajkot Parshottam Rupala bharatiya janata party