ગુજરાતમાં ટેરર મૉડ્યુલનો પર્દાફાશ

08 April, 2021 12:08 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ કેસમાં વિદેશસ્થિત બાબા પઠાણનું નામ સામે આવ્યું જે સ્લીપર સેલ જેવું કામ કરે છે.

GMD Logo

ગુજરાતમાં નવા ટેરર મૉડ્યુલનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે, જેમાં ૨૦૨૧ની ૨૦ માર્ચે અમદાવાદના રેવડીબજારમાં જે આગ લાગી હતી એની કડી કુખ્યાત આઇએસઆઇ સાથે જોડાયેલી હોવાની વિગતો બહાર આવી છે. એટલું જ નહીં, અમદાવાદના રેવડીબજારમાં આગ લગાવવા દુબઈથી વાયા મુંબઈથી પૈસા આવ્યા હતા. આ કેસમાં બે આરોપી ઝડપાયા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘બાબા પઠાણ દ્વારા આઇએસઆઇના ઇશારે નવું મૉડ્યુલ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં નાના ક્રિમિનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાન થાય, આંતરિક સુરક્ષા જોખમાય એવાં કૃત્યો કરવા માટે આવા લોકોની ઉશ્કેરણી કરવામાં આવેલી. બાબા પઠાણ નામની વ્યક્તિએ પ્રવીણને પહેલાં કોઈની હત્યા કરવા કહ્યું હતું અને ત્યાર બાદ એવું કહ્યું હતું કે તમે કંઈ બીજું કામ કરો, એવી જગ્યા શોધો જ્યાં ભીડભાડ હોય અને વધારે લોકો આવતા હોય. એટલે રેવડીબજારમાં આગ લગાવી હતી.’
આ કેસમાં વિદેશસ્થિત બાબા પઠાણનું નામ સામે આવ્યું જે સ્લીપર સેલ જેવું કામ કરે છે. 
BHAI@BABA BHAI, @ Baba Bhai Campny @ Raja Bhai Cmpny નામથી ફેસબુક અકાઉન્ટ બનાવી ફેસબુકના માધ્યમથી ક્રિમિનલ માઇન્ડવાળા યુવકોનો સંપર્ક કરતો હતો અને આતંક ફેલાવવા બ્રીફ કરીને ટાસ્ક આપતો હતો.

national news gujarat shailesh nayak