સોમનાથનું મંદિર હવે એક કિલોમીટર દૂરથી પણ દેખાશે

17 August, 2019 10:00 AM IST  | 

સોમનાથનું મંદિર હવે એક કિલોમીટર દૂરથી પણ દેખાશે

સોમનાથ તીર્થનું સતત નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે હવે સોમનાથનું મુખ્ય મંદિર છેક એક કિલોમીટર દૂરથી એટલે કે ગૌરીકુંડ ચેકપોસ્ટથી પણ દેખાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત ૨૪ વર્ષથી બંધ પડેલા મ્યુઝિયમની જમીન ફરી ટ્રસ્ટે હસ્તગત કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૧૯૯૧માં રાજ્યના સંગ્રહાલય વિભાગને સોમનાથ મંદિરનાં પ્રાચીન શિલ્પ દર્શાવવા ૪૪૦૦ ચોરસ મીટર જમીન આપી હતી. એ મ્યુઝિયમ થોડા દિવસ ચાલુ રહ્યું. બાદમાં છેલ્લાં ૨૪ વર્ષથી બંધ હતું. બીજી તરફ સોમનાથ ટ્રસ્ટે પણ પાર્કિંગ પાસે અલગ સંગ્રહાલયનું બાંધકામ કર્યું હતું.

આ પણ વાંચો: 10 કલાકમાં બીજી વાર અમિત શાહ અરુણ જેટલીને મળવા જઈ શકે છે AIIMS

મુખ્ય મંદિર લોકોને ગૌરીકુંડ ચેકપોસ્ટથી જ દેખાય અને મંદિર આસપાસ વિશાળ મેદાનની સુવિધા મળી રહે એ માટે સંગ્રહાલયની જમીન સોમનાથ ટ્રસ્ટ આગામી ૨૦૧૯ની ૧૯ ઑગસ્ટે કરાર પર સહી કરી પુનઃ પ્રાપ્ત કરશે.

gujarat gujarati mid-day