સ્વાઈનનો સપાટોઃરાજ્યમાં 24 કલાકમાં બીજા 53 કેસ, કુલ મોત 129

16 March, 2019 02:16 PM IST  | 

સ્વાઈનનો સપાટોઃરાજ્યમાં 24 કલાકમાં બીજા 53 કેસ, કુલ મોત 129

રાજ્યમાં બેકાબુ બન્યો છે સ્વાઈન ફ્લૂ

રાજ્યમાં ઠંડી ભલે જતી રહી હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે, બીજી તરફ સ્વાઈન ફ્લૂને કેસ પણ સતત વધી રહ્યા છે. સ્વાઈન ફ્લૂને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મોત થઈ ચૂક્યા છે. એમાંય છેલ્લા 24 કલાકમાં તો રાજ્યભરમાં એક સાથે 53 કેસ નોંધાયા છે.

2019ના વર્ષના હજી ત્રણ જ મહિના થયા છે, પરંતુ આ ત્રણ મહિનામાં જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંક 129 સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 12, સુરતમાં 12, સાબરકાંઠામાં 4, વડોદરામાં 3, બનાસકાંઠામાં 3, કચ્છ, આણંદ, રાજકોટ શહેર અને પાટણ, સુરત, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, બોટાદ અને દ્વારકામાં 1-1 નોંધાયા છે. તો હજી પણ રાજ્યમાં 429 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં સ્વાઈનફ્લૂથી હાહાકારઃ બે દિવસમાં સ્વાઈન ફ્લૂથી પાંચનાં મોત

તો 2019માં અત્યાર સુધીમાં કુલ 3,617 વ્યક્તિઓને સ્વાઈન ફ્લૂની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં સ્વાઈન ફ્લૂના કેસ નોંધાવા મામલે ગુજરાત રાજ્યમાં બીજા નંબરે છે.

gujarat news swine flu