સ્વાઈન ફ્લૂનો સપાટોઃ24 કલાકમાં વધુ 94 કેસ, મૃતક આંક કુલ 71

19 February, 2019 11:44 AM IST  | 

સ્વાઈન ફ્લૂનો સપાટોઃ24 કલાકમાં વધુ 94 કેસ, મૃતક આંક કુલ 71

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર

રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ રહી હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો આતંક ઓછો નથી થઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના નવા 94 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 43 કેસ નોંધાયા છે.

રાજ્યમાં મરણાંકમાં વધારો થયો છે. વધુ બેના મોતથી મરણાંક 71 પર પહોંચ્યો છે. જેની સાથે વાસ્તવિક આંકડો વધવાની શક્યતા વધુ લાગે છે. સ્વાઈન ફ્લુને કારણે મૃત્યુ બાબતે ગુજરાત દેશભરમાં રાજસ્થાન પછી બીજા ક્રમાંકે પહોંચી ગયું છે અને તેને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લુ ચિંતાનો વિષય બન્યો છે. જો કે દેશમાં આ રોગની સંખ્યા બાબતે રાજસ્થાન અને દિલ્હી પછી ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે.

આ પણ વાંચો : સ્વાઈન ફ્લૂ માટે 23 જિલ્લામાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા HCનો આદેશ

તંત્ર મુજબ જાન્યુઆરી 1 થી અત્યાર સુધીમાં 1280 લોકોને સાજાં થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે જ્યારે 632 જેટલા દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુ સામે લડવા માટે મોટા ભાગના જિલ્લાઓમાં સ્વાઈન ફ્લુ ટેસ્ટિંગ માટેની સવલતો નથી. જેને કારણે લોકોને સ્વાઈન ફ્લુ સામે લડતમાં માટે પીછેહઠ કરવી પડે છે. તેમ છતાં સરકારી તંત્ર આ રોગ પર કાબુ મેળવવા માટે પગલાં ભરતું જોવા મળ્યું નથી.

gujarat swine flu news