રાજ્યમાં ૧૧થી ૨૩ મે સુધી દરિયામાં હુમલાની આશંકા : કોસ્ટ ગાર્ડનું અલર્ટ

16 May, 2020 12:34 PM IST  |  Mumbai Desk | Agencies

રાજ્યમાં ૧૧થી ૨૩ મે સુધી દરિયામાં હુમલાની આશંકા : કોસ્ટ ગાર્ડનું અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બીમારી કોરોના વાઇરસના કેર વચ્ચે પણ દુશ્મનો પોતાની મુરાદો પાર પાડવા માટે હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી રહ્યા હોય એવી એક ઘટના સામે આવી છે. આજે પોરબંદરમાં ફિશરીઝ કચેરીએ માછીમારો માટે એક અલર્ટ જાહેર કર્યું છે.

આ અલર્ટ પ્રમાણે દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિના સંકેત દર્શાવવામાં આવ્યા છે. ગુજરાતના લાંબા દરિયાઈ માર્ગે ઘૂષણખોરીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેના કારણે કડક સુરક્ષા-વ્યવસ્થાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગના તમામ લૅન્ડિંગ પૉઇન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી બાજુ શંકાસ્પદ હિલચાલ અંગે પણ જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પોરબંદરની ફિશરીઝ કચેરી દ્વારા આજે માછીમારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોઈ અનિચ્છનીય મોટી ઘટનાને લઈને અલર્ટ જાહેર કરાયું છે. ફિશરીઝ કચેરી દ્વારા માછીમારોને દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિના સંકેત મળતાં તેમને દરિયામાં ન જવા માટે પણ સંકેત આપ્યા છે. દરિયાઈ માર્ગે આતંકીઓની ઘૂસણખોરી હોવાની કોસ્ટ ગાર્ડને શંકા પડતાં તમામ લૅન્ડિંગ પૉઇન્ટ અને દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

gujarat ahmedabad