આઇએએસ ગૌરવ દહિયાને લીનુ સિંહ કથિત પ્રેમ પ્રકરણમાં ક્લીન ચિટ મળી

09 November, 2019 08:05 AM IST  |  New Delhi

આઇએએસ ગૌરવ દહિયાને લીનુ સિંહ કથિત પ્રેમ પ્રકરણમાં ક્લીન ચિટ મળી

ગૌરવ દહિયા

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે ક્લીનચિટ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. બાળકી પણ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે અને મહિલા પરિણીત હોવાનો ખુલાસો થયો છે. દિલ્હીમાં લીનુ સિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો અને ત્યાર બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લીન ચિટ આપી હોવાની વિગતો સામે આવી છે. એ અંગે ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે મને દિલ્હી પોલીસ તરફથી ક્લીન ચિટ મળી ગઈ છે. તેમ જ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર મને ક્લીન ચિટ મળી છે. આ અંગે મને દિલ્હી ડીસીપી કક્ષાના અધિકારી તરફથી જાણ થઈ છે અને એના કાગળ પણ મારી પાસે આવી ગયા છે.

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઇએએસ દહિયા સામે દિલ્હીની મહિલાએ સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. મહિલાએ તેમાં જણાવ્યું હતું કે દહિયા પરિણીત હોવા છતાં તેમણે તેને બીજાં લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સૉફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના અશ્લીલ ફોટો-વિડિયો ઉતારી એને વાઇરલ કરવાની તેમ જ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું, જે બાદ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. સામે પક્ષે દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-૭ પોલીસ-સ્ટેશનમાં જૂનમાં અરજી કરી હતી. એમાં જણાવ્યું હતું કે આ મહિલાએ તેમને પોતાના પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી.

gujarat new delhi