સુરેન્દ્રનગરમાં પારો પહોંચ્યો 50 ડિગ્રીને પાર

04 June, 2019 08:53 AM IST  |  રાજકોટ

સુરેન્દ્રનગરમાં પારો પહોંચ્યો 50 ડિગ્રીને પાર

આટલી બધી ગરમી

છેલ્લા ૭ દિવસથી ગુજરાતમાં શરૂ થયેલી હીટ વેવની અસર વચ્ચે ઊતરી રહેલો ઉનાળો વધુ આકરો અને ભારાડી બન્યો છે. ગઈ કાલે ગુજરાતનું સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૭.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪પ.પ, રાજકોટમાં ૪પ.૩, ગાંધીનગરમાં ૪પ અને અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સૌથી મહkવની વાત એ છે કે ગઈ કાલે ગિરનારની પહેલી ટૂંક પર ૪૯.૧ ડિગ્રી તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં પ૦.૧ ડિગ્રી સાથે આ સીઝનનું જ નહીં, છેલ્લાં બાવીસ વર્ષનું મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક ગુજરાતમાં હજી પણ રેડ અને ઑરેન્જ અલર્ટ અકબંધ રહેશે. હવામાન વિભાગની આ આગાહી પછી ગુજરાત બહારથી આવતા પૅસેન્જર્સ માટે ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટે કેટલીક મહત્વની સૂચના જાહેર કરી હતી, જેમાં આખી સ્લીવ્ઝ્નાં સુતરાઉ શટ્ર્‍સ પહેરવા અને માથું ઢાંકેલું રાખવાની સલાહ આપવામાં આવી છે અને સાથોસાથ સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર નહીં નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો ઃ આગામી 5 દિવસમાં આટલી જગ્યાએ પડશે વરસાદ

gujarat news