સુરતઃ મહિલાઓએ મૂકી મોદીના નામની મેંદી

19 April, 2019 08:12 AM IST  |  સુરત

સુરતઃ મહિલાઓએ મૂકી મોદીના નામની મેંદી

મોદીના નામની મહેંદી

નરેન્દ્ર મોદીને સર્પોટ જાહેર કરવા માટે ગઈ કાલે સુરતની ૧૦૦૦ જેટલી મહિલાઓએ મોદીના નામની મેંદી મુકાવી હતી જેમાં તેમણે ‘નમો અગેઇન’ અને ‘મૈં ભી ચૌકીદાર’ જેવાં સૂત્રો લખાવ્યાં હતાં. લિંબાયતના મ્યુનિસિપલ કૉર્પોરેશનના હૉલમાં કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે મહિલાઓ ઊમટી હતી. આ કાર્યક્રમમાં સૌથી પહેલાં મોદીના નામની મેંદી સુરતનાં વિધાનસભ્ય સંગીતા પાટીલે મુકાવી હતી અને એ પછી મહિલાઓ લાઇન લગાવીને બેસી ગઈ હતી. સુરતનાં ગૃહિણી જયતી ડેલાવાળાએ કહ્યું હતું કે ‘મને રાજકારણની કાંઈ ખબર નથી અને એટલે જ હું ઇચ્છું છું કે નરેન્દ્ર મોદી આવે. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા નેતા છે જેમનું નામ અને તેમનાં કામની અમારા જેવા રાજકારણમાં રસ નહીં લેનારાઓને પણ ખબર છે.’

આ પણ વાંચોઃસુરત : બસમાં બેઠેલા મુસાફરના ખીસામાં મોબાઇલની બેટરી ફાટતા 3 લોકોને ઇજા

મોદીના નામની મેંદી મુકાવવાનો આ કાર્યક્રમ સવારે ૧૦થી બે વાગ્યા સુધી ચાલ્યો હતો. ૨૦ મહિલાઓએ આ મેંદી મૂકી હતી. મેંદી મુકાવવામાં ૪૦ મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ હતો.

surat narendra modi gujarat news