મારુતિ-૮૦૦ના એન્જિનમાંથી બનાવ્યું હેમર હેડ-૮૦૦ બાઇક

31 March, 2019 10:26 AM IST  |  સુરત | રશ્મિન શાહ

મારુતિ-૮૦૦ના એન્જિનમાંથી બનાવ્યું હેમર હેડ-૮૦૦ બાઇક

રુઝબેહ માસ્ટર

સુરતની મહાવીર કૉલેજમાં ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ ભણતા રુઝબેહ માસ્ટર નામના સ્ટુડન્ટે ભારતની પહેલી ઑલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી ‘હેમર હેડ ૮૦૦’ નામની બાઇક બનાવી જેને ગઈ કાલે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું. આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે એ મારુતિ સુઝુકીની મારુતિ-૮૦૦ મૉડેલની જે કાર આવતી હતી એના એન્જિનમાંથી બનાવવામાં આવી છે. આ બાઇકનું સ્ટ્રક્ચર હેમર શાર્ક જેવું ડિઝાઇન થયું હોવાથી એને ‘હેમર હેડ ૮૦૦’ નામ આપવામાં આવ્યું છે. રુઝબેહ માસ્ટરે કહ્યું હતું કે ‘નૉર્મલ બાઇકના એક વ્હીલમાં જ એન્જિનનો ર્ફોસ લાગુ પડે છે, પણ આ હેમર હેડના બન્ને વ્હીલને ર્ફોસ મળતો હોવાથી એ હાઇસ્પીડ રેન્જમાં મૂકી શકાય છે. બન્ને વ્હીલને પાવર મળતો હોવાથી આ બાઇકની બીજી એક ખાસિયત એ ઊભી થઈ છે કે એને રિવર્સમાં પણ ચલાવી શકાય છે.’

આ બાઇકમાં હોન્ડા સિવિક કારના ટાયર ફીટ કરવામાં આવ્યાં છે, જ્યારે ગિઅર બૉક્સમાં ટેમ્પોના ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રુઝબેહને આ બાઇક બનાવતાં એક વર્ષ લાગ્યું છે અને આ બાઇકની તેણે પેટન્ટ પણ લીધી છે. આ બાઇકમાં બ્લુટ%થ સ્પીકર પણ ફીટ કરવામાં આવ્યાં છે, જેને મોબાઇલ સાથે કનેક્ટ કરીને મ્યુઝિક પણ વગાડી શકાય છે.

આ પણ વાંચોઃ સુરતના સાંસદ દર્શના જરદોસે આ કામો કર્યા છે?

બાઇકનું વજન ૬૩૦ કિલો છે જ્યારે એ પેટ્રોલમાં ૩૦ કિલોમીટર પ્રતિ લીટરની ઍવરેજ આપે છે. બાઇકની મેક્સિમમ ટોપ સ્પીડ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. બાઇક માટે રુઝબેહે અંદાજે ચારેક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

gujarat surat