સુરત: રસ્તા પર કોલસાના કચરાને હટાવવા લોકો આખરે હાઈકોર્ટ પહોંચ્યા

19 June, 2019 05:18 PM IST  |  સુરત

સુરત: રસ્તા પર કોલસાના કચરાને હટાવવા લોકો આખરે હાઈકોર્ટ પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર

સુરતના પોશ વિસ્તાર વેસુ અને માગડલ્લા વિસ્તારના લોકો કોલસાના વેપારીઓ સામે સુપ્રીમ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ડાયમન્ડ સિટી સુરતના આ વિસ્તારમાં રહેતા લોકો કોલસાના ડસ્ટના કારણે ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. મગડલ્લા પોર્ટ પરથી મોટા મોટા કોલસાના જથ્થાને સ્થળાંતર લઈ જવા માટે સુરત-સચિન હાઈ-વેથી લઈ જવામાં આવે છે. ત્યારે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોલસાના જથ્થા લઈ જતી વખતે રસ્તા પર પડતા કોલસાના કચરો અને તેના કારણે વાતાવરણમાં પ્રદુષણ ફેલાવાના કારણે લોકોને સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી કોલસાના કચરાના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે

મગડલ્લાથી વેસુના રસ્તાઓ પર રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી કોલસાના કચરાના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકલ ઓથોરિટીઝને વારં વાર ફરીયાદ કરવા આ વિશે કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ સિવાય પર્યાવરણ કાર્યકર્તાઓએ પણ ઘણી વાર આ વિશે મુદ્દો ઉઠાવ્યો હતો જો કે હજુ સુધી આ વિશે કોઈ નિવારણ ન આવતા સ્થાનિકોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: 

સુરતમાં થોડા સમય પહેલા આરટીઓ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમા ઓવરલોડ ટ્રકો સામે પણ પગલા ભરવામાં આવ્યા હતા. સુરત આરટીઓ દ્વારા સુરત-દુમાસ પસ્તા પર કોલસાના ટ્રકોની તપાસ કરી હતી અને ઓવરલોડેડ ટ્રકોના માલિકો પાસે લાખો રુપિયા દંડ પણ વસૂલ કર્યો હતો. છેલ્લા 2 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોર્શન હેલ્થ ડિપોર્ટમેન્ટ દ્વારા 5 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે. આ સિવાય કોલસાના માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

surat gujarat gujarati mid-day