સુરત આગઃ અપડેટ પીડિતના પિતા પહોંચ્યા હાઈકોર્ટ

01 June, 2019 01:37 PM IST  |  સુરત

સુરત આગઃ અપડેટ પીડિતના પિતા પહોંચ્યા હાઈકોર્ટ

સુરત આગ સમયની તસવીર

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના મૃતકોમાંથી એકના પિતા જયસુખલાલ ગજેરાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે શુક્રવારે હાઈકોર્ટમાં સુરત મહનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ખાસ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી કાયદાકીય પગલા લેવાની માંગ કરી છે. જેના પર આવતા અઠવાડિયે સુનાવણી થાય તેવી શક્યતાઓ છે.

અરજીમાં, ગ્રીષ્મા ગજેરાના પિતાએ કહ્યું છે કે કેસની તપાસ CIDને સોંપવી જોઈએ અને સુરત પોલીસ સામે ફરિયાદ દાખલ કરવામાં ભેદભાવ કરવા બદલ એક્શન લેવાવા જોઈએ.  જયસુખલાલના કહેવા પ્રમાણે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે, હર્ષુલ વેકરિયા, જીજ્ઞેશ, કે જેઓ તક્ષશિલા આર્કેડના બીજા, ત્રીજા અને ચોથા માળના માલિક છે અને ભાર્ગવ બુટાણી, જે ક્રિએટિવ ડિઝાઈન સ્ટુડિયોના માલિક છે. જો કે, SMC અને DGVCLના અધિકારીઓનો FIR ઉલ્લેખ નથી. જ્યારે હકીકત એ છે કે બિલ્ડિંગમાં અધિકારીઓની પરવાનગી લીધા વગર તેમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું.

ગજેરાએ કરેલી અરજી પ્રમાણે આ ઈમારતમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવા છતા અધિકારીઓની રહેમ રાહે તેનો ઉપયોગ થતો હતો. ગજેરાના વકીલના જણાવ્યા પ્રમાણે, "દેખીતી રીતે જ SMC અને DGVCL સામે કેસ બને છે, પરંતુ પોલીસે નથી તેમને આરોપી બનાવ્યા કે ન તો તેમના નિવેદન લીધા. પોલીસે આ અધિકારીઓને આગોતરા જામીન મળે તેટલો સમય પણ આપ્યો."

વકીલે વધુમાં એમ પણ કહ્યું કે, "SMC તક્ષશિલા આર્કેડ કેસમાં પોતે ફરિયાદી બનાવના બદલે એક સ્થાનિક જેમણે આ ઘટના જોઈ હતી તેને આરોપી બનાવ્યા છે. અધિકારીઓને બચાવવા માટે SMCએ આવું કર્યું. ખરેખર તો એ અધિકારી આ કેસના આરોપીઓમાંથી એક હોવો જોઈતો હતો."

આ પણ વાંચોઃ ઇન્ફર્મેશનને નૉલેજમાં કરો કન્વર્ટ, એ જ સુરતના વિક્ટિમ્સને સાચું તર્પણ

ઘટનામાં થયો હતો બેદરકારીનો ખુલાસો

સુરતના તક્ષશિલા આગમાં ૨૨ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યાં હતાં, પણ આ ખુવારી તથા તમામ ૨૨ વિદ્યાર્થીઓનો જીવ પણ બચાવી શકાયો હોત. તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલમાં થયો છે જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. આ સીડી જો ખુલ્લી રાખવામાં આવી હોત તો કોઈનો પણ જીવનદીપ બુઝાયો ન હોત અને બધાના વહાલસોયા જીવતા હોત.

surat gujarat