પીએમ મોદીનો સૂટ ખરીદનાર ધર્મ નંદન ડાયમંડ સાથે છેતરપિંડી

25 April, 2019 08:01 AM IST  |  સુરત

પીએમ મોદીનો સૂટ ખરીદનાર ધર્મ નંદન ડાયમંડ સાથે છેતરપિંડી

File Photo

 ધર્મ નંદન ડાયમંડ સાથે રૂા. એક કરોડની ઠગાઈ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ પ્રમાણે હિંમત અને કોશિયા નામના બે ઇસમોએ ધર્મ નંદન ડાયમંડ પાસેથી રૂા. ૧ કરોડના ૧૫૦૦ કેરેટ હીરા ખરીદ્યા હતા. બાદમાં તેનું પેમેન્ટ અને માલ આપવામાં આવ્યો ન હતો. આ મામલે કોશિયાબંધુઓ સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વર્ષમાં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન પહેરેલા સૂટની હરાજી કરવામાં આવી હતી. સુરતના ધર્મ નંદન ડાયમંડ ગ્રુપના લાલજીભાઈ પટેલે રૂા. ૪.૩૧ કરોડની બોલી લગાવીને આ સૂટની ખરીદી કરી હતી. મોદીના આ સૂટને ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકૉર્ડમાં પણ સ્થાન મYયું છે. હરાજીમાં સૌથી વધારે ઊંચી બોલવાની કેટેગરીમાં આ સૂટને સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોદીના સૂટની હરાજી સમયે પ્રારંભિક કિંમત રૂા. ૧૧ લાખ રાખવામાં આવી હતી. આ સૂટને ખરીદવા માટે ૪૭ જેટલા લોકોએ બોલી લગાવી હતી. જેમાંથી લાલજીભાઈ પટેલે સૌથી વધુ રૂા. ૪.૩૧ કરોડની બોલી લગાવી હતી. આ સૂટની હરાજીમાંથી આવેલાં નાણાં ગંગા સફાઇ માટે વાપરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ બૅન્કો સાથે ૨૬૫૪ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી અમિત ભટનાગરને વચગાળાના જામીન મળ્યા

આ સૂટની ખાસિયત એવી હતી કે તેના મોનોગ્રામમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી લખ્યું છે. મોદીએ જાન્યુઆરી ૨૦૧૫માં ઓબામા સાથે મુલાકાત દરમિયાન આ સૂટ પહેર્યો હતો. મોદીના એક મિત્રએ તેમને આ સૂટ ભેટમાં આપ્યો હતો. આ સૂટની કિંમતને લઈને અનેક દાવા થયા હતા. વિપક્ષે આ સૂટની કિંમત લાખો રૂપિયામાં હોવાનો દાવો કરીને તેમના પર સૂટ-બૂટની સરકારનો આક્ષેપ લગાવ્યો હતો.

Crime News surat gujarat news