સુરત: ઓલપાડની સહકારી મંડળીના ગોડાઉનમાં આગ

18 August, 2019 06:10 PM IST  | 

સુરત: ઓલપાડની સહકારી મંડળીના ગોડાઉનમાં આગ

પ્રતીકાત્મક તસવીર

ઓલપાડ તાલુકાની બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગના કારણે ગોડાઉનમાં રહેલી ડાંગરની 5 હજાર બોરી બળીને ખાખ થઇ છે. અચાનક લાગેલી આગના કારણે અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેડૂતોમાં ડાંગર બળી જતા ચિંતાનો માહોલ જોવા મળી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. આ વિશે વધારે તપાસ હાથ ધરાઈ છે.

આ ગોડાઉનમાં 700-800 ખેડૂતોની ડાંગર સ્ટોર કરવામાં આવી હતી અને 5,000 જેટલી બોરી આ ગોડાઉનમાં હતી. આગ એટલી ભયાનક હતી કે ડાંગરની સાથે ગોડાઉન પર લગાવવામાં આવેલા પતરાના સેડ પણ બળી ગયા હતા. મહત્વનું એ છે કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ 2.5 કરોડ જેટલી કિમતનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ સેવા ફરી બંધ

રવિવાર 4:00 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગતાની સાથે ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 4 કલાકની ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને જવાબદારો સામે પગલા લેવાઈ શકે છે.

gujarat gujarati mid-day