Surat Fire:હાર્દિક પટેલને લાફો મારવાનો પ્રયાસ

26 May, 2019 03:50 PM IST  |  સુરત

Surat Fire:હાર્દિક પટેલને લાફો મારવાનો પ્રયાસ

હાર્દિક પટેલ (File Photo)

મીડિયામાં ભારે ટીકા થયા બાદ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે સુરત પહોંચ્યો હતો. હાર્દિકે સુરતમાં જ્યાં આગ લાગી તે તક્ષશિલા આર્કેડની મુલાકાત લીધી. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માગ કરી છે. જો કે સુરતમાં હાર્દિકનું સ્વાગત હુમલા સાથે થયું. સ્થાનિકો તક્ષશિલા આર્કેડ સામે બેસીને જ ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ધરણા પર બેસેલા લોકોને મળવા હાર્દિક પટેલ પહોંચ્યો હતો. પરંતુ સ્થાનિકોએ તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો.

તક્ષશિલા આર્કેડમાં આગના પગલે 22 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા, જેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા બે દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો તક્ષશિલા આર્કેડની સામે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળની મુલાકાત લઈને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વીકારવામાં આવશે તો ધરણા પર બેસવામાં આવશે. બે દિવસ ન આવ્યો તો કહ્યું કે, ફરક્યો નહી. અને આજે આવ્યો છું તો રાજનિતી કહે છે. સુરતમાં આટલી મોટી ઘટના બને તો શરમ આવવી જોઈએ અને રાજીનામુ મૂકી દેવું જોઈએ.

લાફો મારવાનો પ્રયાસ

હાર્દિક પટેલ સામે લોકોની નારાજગી હજી પણ સામે આવી રહી છે. હાર્દિક ધરણ કરી રહેલા લોકોને મળવા પહોંચ્યો ત્યારે લોકોએ તેને ઘેરી લીધો હતો. અને બે યુવકો દ્વારા હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલ ઘટના સ્થળેથી પરત ફર્યો. આ દરમિયાન પોલીસ હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરનાર ચંદ્રેશ કાકડિયા સહિત બે વ્યક્તિઓની અટકાયત કરી છે.. અને ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરત આગઃ વિદ્યાર્થિનીએ કહ્યું,'પપ્પા હું કુદી જાઉ છું' અને....


આ પહેલા હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું,' સુરતમાં આગના બનાવ બાદ મને એમ હતું કે સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ સખત કાર્યવાહી નથી થઈ. હું સુરતની ઘટનામાં સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સમાજ અપાવીશ. આજે હુ બાળકોના પરિવારોને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે સુરતના મેયરનું રાજીનામું લઈ લે અને ગેરકાયદેસર બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને સમયસર ઘટના સ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય નહીં આપી શકે તો આજે સાંજથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપા પોતાનો વિજયોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. સુરતની જનતાના કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નથી.'

hardik patel surat gujarat news