સુરતઃ સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦, દિલની વાત બિલ પર

21 February, 2019 09:27 AM IST  |  | રશ્મિન શાહ

સુરતઃ સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦, દિલની વાત બિલ પર

બિલમાં બનાવ્યો છે બોમ્બ

નરેન્દ્ર મોદીને જિતાડવાની વાતો કરનારા સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓ પણ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાથી ભારોભાર આક્રોશમાં આવ્યા છે. એમાંથી કેટલાક વેપારીઓએ પોતાના બિલ પર જ દિલની વાત લઈ લીધી છે. સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦ લખવા ઉપરાંત આ બિલ પર બૉમ્બનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે અને પુલવામામાં જીવ ગુમાવનારા શહીદોને પણ એ બિલ પર યાદ કરવામાં આવ્યા છે. આ પ્રકારે પોતાના બિલ પર આક્રોશ વ્યક્ત કરનારી સુરતની પ્રોલાઇન સેલ્સ એજન્સીના માલિક ચિરાગ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક એવો રસ્તો છે જે તમને આ ઘટના ભૂલવા નહીં દે. જ્યાં સુધી આર્મી ચીફનું ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ નહીં આવે કે આપણે બદલો લઈ લીધો છે ત્યાં સુધી અમારા બિલ પર આ માગણી ઊભી રહેશે. અમારું એજન્સી હાઉસ છે. અમારે ત્યાં દરરોજ એકાદ હજાર વેપારીનાં બિલો બનતાં હોય છે. દેશની જાણીતી સોળથી વધારે કંપનીની એજન્સી અમારી પાસે છે. એ બધાને પણ ખબર છે કે અમે બિલ પર આ ડિમાન્ડ કરી છે. અમારી ડિમાન્ડથી તેઓ પણ ખુશ છે.’

આ પણ વાંચોઃ સુરતઃબિલ પછી હવે સાડી પર પણ નરેન્દ્ર મોદી

પ્રોલાઇનનાં બિલ કમ્પ્યુટરાઇઝ્ડ છે જે માટે તેમણે સૉફ્ટવેરમાં જરૂરી ચેન્જ કરાવવાના પંદર હજાર રૂપિયા ચૂકવ્યા હતા. સુરતના અન્ય બે વેપારીઓએ પણ આ રીતે સર્જિકલ સ્ટ્રાઇકની ડિમાન્ડ કરતાં બિલ બનાવ્યાં છે. નૅશનલ ઇશ્યુને બિલ પર મૂકવાની આ દેશની પહેલી ઘટના છે.

gujarat news