અમદાવાદનો સર્વાંગી વિકાસ કરવા માટે શહેરીજનોનાં સૂચનો મગાવવામાં આવ્યાં

22 January, 2023 09:42 AM IST  |  Ahemdabad | Shailesh Nayak

પહેલી વાર એવું બનશે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન નાગરિકોનાં સૂચનોના આધારે બનાવશે બજેટ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

અમદાવાદ : ગુજરાતના અમદાવાદનો સર્વાંગી વિકાસ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરીજનો પાસેથી સૂચનો મગાવ્યાં છે. પહેલી વાર એવું બનશે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન નાગરિકોનાં સૂચનોના આધારે બજેટ બનાવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને વર્ષ ૨૦૨૩–’૨૪નું અંદાજપત્ર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કૉર્પોરેશન દ્વારા અંદાજપત્રમાં શહેરીજનોને પૂરી પાડવામાં આવતી પ્રજાલક્ષી વિવિધ સુવિધાઓ તથા શહેરના સર્વાંગી વિકાસ માટેનું દુરોગામી આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અંદાજપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં જનભાગીદારી પણ થાય એ હેતુથી મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરીજનો પાસેથી તેઓનાં સૂચનો મગાવ્યાં છે. સૂચનો મોકલવા માટે સત્તાવાળાઓએ એક ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે, જેના પર શહેરીજનો અંદાજપત્રમાં કેવા પ્રકારની કામગીરીનો સમાવેશ થઈ શકે એ વિશે સૂચનો મોકલી શકશે. આ સૂચનોનો અભ્યાસ કરીને કૉર્પોરેશન બજેટ બનાવશે.

gujarat gujarat news ahmedabad shailesh nayak