સુરતના સ્ટુડન્ટ્સે તૈયાર કર્યા છે ડિઝાઇનર પીપીઈ કિટ નવરાત્રિ કૉસ્ચ્યુમ

17 October, 2020 08:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

સુરતના સ્ટુડન્ટ્સે તૈયાર કર્યા છે ડિઝાઇનર પીપીઈ કિટ નવરાત્રિ કૉસ્ચ્યુમ

સુરતના સ્ટુડન્ટ્સે તૈયાર કર્યા છે ડિઝાઇનર પીપીઈ કિટ નવરાત્રિ કૉસ્ચ્યુમ

સુરતની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન ઍન્ડ ટેક્નૉલૉજીના વિદ્યાર્થીઓએ આ વર્ષ માટે ખાસ ગરબાના કૉસ્ચ્યુમ્સ ડિઝાઇન કર્યા છે. આ આઉટફીટ્સ પીપીઈ કિટમાંથી બનેલા છે. કોરોનાને કારણે ગરબાની કોઈ પબ્લિક ઇવેન્ટ્સ થવાની નથી. એવામાં સુરતની ફૅશન ડિઝાઇનિંગ કૉલેજે કોવિડ ગરબા કૉસ્ચ્યુમ પીપીઈ કિટમાંથી જ તૈયાર કર્યા છે. આ કૉસ્ચ્યુમ્સ સાઉથ ઇન્ડિયા ટેક્સટાઇલ રિસર્ચ અસોસિએશન દ્વારા અપ્રૂવ થયેલા પૉલિપ્રોપેલિન ફૅબ્રિકમાંથી બનાવ્યા છે. માથેથી પગના અંગૂઠા સુધી બૉડી ઢંકાઈ જાય એવા સ્પેશ્યલ ગરબા કૉસ્ચ્યુમને ડિઝાઇનરોએ હાથેથી પેઇન્ટ પણ કર્યા છે. કૉલેજના પ્રોફેસર મિસ આરુષી ઉપરેતીના માર્ગદર્શન હેઠળ આ કામ થયું છે જેમાં પેઇન્ટિંગ ઉપરાંત આભલાં પણ એમાં જડવામાં આવ્યા છે. માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ ડ્રેસ છે અને બન્ને કપલ ડાન્સ કરતા હોય તો એકમેક સાથે મૅચ થાય એવી જોડી તૈયાર કરવામાં આવી છે. આ કૉસ્ચ્યુમ ડિઝાઇન કરનારા સ્ટુડન્ટ્સનું કહેવું છે કે આ કપડાં પ્રોટેક્શન તો આપે જ છે, પણ સાથે એ ઇકોનૉમિકલ અને ગરબાની ફીલ આપે એવા છે. 

gujarat surat national news navratri