રાજકોટમાં રોગચાળો બેકાબુ, રાજ્યના આરોગ્ય કમિશ્નરે સ્ટાફનો ઉધડો લીધો

25 August, 2019 08:40 PM IST  |  Rajkot

રાજકોટમાં રોગચાળો બેકાબુ, રાજ્યના આરોગ્ય કમિશ્નરે સ્ટાફનો ઉધડો લીધો

રાજ્યના આરોગ્ય કમિશ્નર ડૉ. જયંતી રવી

Rajkot : રાજકોટમાં રાગચાળો ફાટી નીકળ્યો છે છેલ્લા એક સપ્તાહમાં 5 બાળકોના મોતથી આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય તંત્ર સાથે બેઠક યોજી હતી. આરોગ્ય કમિશ્નરે મેડીકલ સ્ટાફનો ઉધડો લઇ બેકાબુ રોગચાળાને તાત્કાલીક ડામવા સુચના આપી હતી. આરોગ્ય સચિવે કરેલી મહત્વની જાહેરાતમાં હવે સિવિલમાં સારવાર લેનાર દર્દીઓ પાસેથી હોસ્પિટલની સુવિધા અને સેવાઓ અંગેનો અભિપ્રાય લેવામાં આવશે.

રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતિએ અચાનક રાજકોટની મુલાકાત લીધી
રાજકોટમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક ગુજરાત રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કામકાજની સમીક્ષા કરી હતી. આરોગ્ય કમિશ્નર જયંતી રવિએ આરોગ્ય તંત્ર સાથે બેઠક યોજી હતી જેમાં મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, સિવિલ સર્જન ડો. મનીષ મહેતા, ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રોગી કલ્યાણ સમિતિના જયંત ઠાકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

સરકારી હોસ્પિટલના દર્દીઓનો અભિરપ્રાય લેવાશે
આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવ્યું હતુ કે હવે સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ પાસેથી સુવિધા અને સેવાનો અભિપ્રાય માંગવામાં આવશે આ સીસ્ટમને પેશન્ટ ટાઇમીંગ સીસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે હાલ તેનો પ્રયોગ અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલમાં કરવામાં આવે છે અને આગામી દિવસોમાં રાજકોટ સિવિલમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આ સિસ્ટમથી દર્દીનો અભિપ્રાય દિલ્હી મોકલવામાં આવશે અન જેને આધારે હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી યોગ્ય સુચનો કરવામાં આવશે.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચરને બદલે ઈ રીક્ષા દોડશે

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવા માટે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવશે. જેમા દર્દીઓને હાલાકી પડતી હોવાની સમસ્યાને નિવારવા આરોગ્ય કમિશ્નર દ્વારા સ્ટ્રેચરના બદલે ઇ રીક્ષામાં એક સાથે 4 દર્દીઓ સમાઇ શકશે જેનાથી દર્દીઓને વધારે સગવડતા મળી રહેશે. હાલમાં ચાર રીક્ષાને મંજુરી આપવામાં આવી છે. ત્યાર બાદ જરૂરીયાત મુજબ વધુ રીક્ષાઓ વસાવવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત દર્દીઓ સાથે તબીબો દ્વારા કરાતું તોછડું વર્તન અને તબીબોનો ઉધડો લેવામાં આવ્યો હતો અને તાત્કાલીક રોગચાળાને ડામવા કડક સુચના કરવામાં આવી હતી.

gujarat rajkot