Gujarat: પોરબંદરમાંથી 450 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ

13 March, 2024 11:25 AM IST  |  Porbandar | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત એટીએસની ટીમે એક ઑપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ટીમે તેમની પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે.

દરિયા માર્ગે આવ્યા પાકિસ્તાની નાગરિક (ફાઈલ તસવીર)

ગુજરાત એટીએસની ટીમે એક ઑપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ટીમે તેમની પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કર્યા છે.

Six Pakistanis Arrested: અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે ગુજરાતના પોરબંદર પાસેથી 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ટીમને લગભગ 450 કરોડથી વધારેનું ડ્રગ્સ અને નશાયુક્ત દવાઓ તાબે લીધી છે.

ગુજરાત એટીએસને માહિતી મલી હતી કે કેટલાક પાકિસ્તાની તસ્કરો ભારતીય જળ સીમામાં પોરબંદરથી લગભગ 185  સમુદ્રી માઈલના અંતરે એક ભારતીય નાવને પ્રતિબંધિત દવાઓની માત્રા આપીને પંજાબ અથવા દિલ્હીમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

`સૂચના પછી ચલાવવામાં આવ્યું ઑપરેશન`
સૂચનાના આધારે ગુજરાત એ.ટી.એસ. એનસીબી અને ભારતીય તટરક્ષક દળ અને ડીટી સાથે સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. ટીમે મંગળવારે સવારે એક નાવમાં 6 પાકિસ્તાની નાગરિકોની 60 પેકેટ ડ્રગ્સ સાથે ધરપકડ (Six Pakistanis Arrested) કરી હતી. આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી પ્રતિબંધિત દવાઓની આંતરરાષ્ટ્રીય બજારમાં દવાઓની કિંમત 400 કરોડથી વધારે જણાવવામાં આવી રહી છે.

તો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઑપરેશન માટે એટીએસની ટીમને વધામણી પણ આપી અને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે.

વેરાવળ બંદરગાહથી જપ્ત કરવામાં આવ્યું 50 કિલો જેટલું ડ્રગ્સ
આ પહેલા ગુજરાત એસઓજી અને એનડીપીએસ ટીમે એક ઑપરેશનમાં વેરાવળ બંદરગાહના નલિયા ગોલી કિનારે દરોડા પાડીને 350 કરોડ રૂપિયાની કિંમતનું 50 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ હેરોઈન એક બોટમાં છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું. ટીમે દરોડા પાડીને ત્રણ મુખ્ય આરોપી સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૮ ઑક્ટોબરે સવારે સુરતના અડાજણના પાલનપુર પાટિયા પાસેના સિદ્ધેશ્વર અપાર્ટમેન્ટના ફ્લૅટમાંથી એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ રહસ્યમય રીતે મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ફર્નિચરનો બિઝનેસ કરતા મનીષ સોલંકીએ માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો. મનીષ સોલંકીનો ફર્નિચરનો બિઝનેસ સારો ચાલતો હતો એટલે આર્થિક મુશ્કેલી ન હોવા છતાં તેણે આવું અત્યંત ચોંકાવનારું પગલું શા માટે ભર્યું હતું એ જાણવા માટે સુરતની અડાજણ પોલીસ પંદર દિવસથી પ્રયાસ કરતી હતી.

મનીષ સોલંકીના નજીકના સંબંધીઓ અને સ્ટાફ સહિત ૧૦૦થી વધુ લોકોની પૂછપરછ કર્યા બાદ પણ પોલીસને કોઈ કડી નહોતી મળી રહી એટલે બુધવાર સુધી એક જ પરિવારના સાત લોકોનાં મૃત્યુનું રહસ્ય અકબંધ રહ્યું હતું. 

સુરત પોલીસના ડીસીપી રાકેશ બારોટે માહિતી આપી હતી કે ‘મનીષ સોલંકીના પરિવારના સાત લોકોનાં મૃત્યુની કોઈ કડી નહોતી મળી રહી એટલે અમે તેના ઘરમાં ફરી તપાસ કરી હતી. એમાં એક બુકમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં હાર્ડવેરનો બિઝનેસ કરતા કોઈ ઇન્દરપાલ શર્મા સાથે મનીષ સોલંકીએ ફેબ્રુઆરી મહિનામાં પાર્ટનરશિપમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન શરૂ કરી હતી. પાર્ટનરશિપ કર્યા બાદ ઇન્દરપાલ મનીષને ૨૦ લાખ રૂપિયા ચૂકવવા માટે દબાણ કરતો હતો. આ રૂપિયા નહીં આપે તો જોવા જેવી થશે એવી ચીમકી પણ તે ઉચ્ચારતો હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં મનીષે કર્યો છે. આથી ઇન્દરપાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. 

porbandar gujarat news gujarat Crime News Gujarat Crime bhupendra patel national news