પંચમહાલના જાંબુઘોડામાં સાડાછ ઇંચ વરસાદ પડ્યો

22 September, 2021 12:04 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા : ગુજરાતના ૧૬૫થી વધુ તાલુકામાં વરસાદ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ગઈ કાલે મુશળધાર વરસાદ પડ્યો હતો. સાડાછ ઇંચ જેટલો વરસાદ પડતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. બોડેલીમાં સાડાપાંચ ઇંચ, જેતપુર પાવીમાં પાંચ ઇંચ, ક્વાંટમાં ત્રણ ઇંચ, નસવાડીમાં બે ઇંચ અને સંખેડામાં પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
પંચમહાલ, છોટાઉદેપુર, બોડેલીમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ધોધમાર વરસાદના પગલે ખેડૂતોનાં ડાંગર–કપાસ સહિતના ઊભા પાકોને ભારે નુકસાન થયું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૬૫ તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજકોટના ધોરાજીમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં પણ સારો વરસાદ હતો.

gujarat news gujarat