પોરબંદરની દિકરીએ એશિયાઈ નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં જીત્યો કાંસ્ય પદક

30 October, 2019 03:07 PM IST  |  પોરબંદર

પોરબંદરની દિકરીએ એશિયાઈ નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં જીત્યો કાંસ્ય પદક

પોરબંદરની દિકરીએ જીત્યો કાંસ્ય પદક

દેશની દિકરીઓ આજે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. એક મોકો મળે તો તેઓ શું કરી શકે તે સાયના, સાનિયા, પી વી સિંધૂએ સાબિત કરી દીધું છે. આ ખેલાડીઓની જેમ જ પોરબંદરના સામાન્ય પરિવારમાંથી આવતી શ્રીયા મથુરભાઈ શીંગરખિયાએ કાસ્ય પદક મેળવ્યું છે જે પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. ઈમ્ફાલમાં નેશનલ જુડો ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું. જેમાં શ્રીયાએ દેશભરના સ્પર્ધકોને મ્હાત આપીને કાંસ્ય પદક મેળવ્યો છે.

શ્રીયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે તે હાલ દમમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. શ્રીયા તેની જાત મહેનત અને જુસ્સાથી પોતે આજે આ મુકામ પર પહોંચી છે. તેણે આ અગાઉ પણ ગુજરાત જુડો ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં પણ તેમને સિલ્વર મેડલ મેળવી પ્રગતિના સોપાનો સર કર્યા છે. શ્રીયા મેડલ જીતીને વતન પાછી આવી ત્યારે તેનું ખાસ અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

હાલ શ્રીયા વડોદરા ખાતે પોતાની ટ્રેનિંગ લઈ રહી છે. શ્રીયાએ જ્યારે પણ મોકો મળ્યો ત્યારે પોતાનું હીર ઝળકાવ્યું છે. શ્રીયા કહે છે કે, જો તેને રાજ્ય અને દેશ તરફથી પુરતી મદદ સાથે આગળ રમવાનો મોકો મળશે તો તેને ઓલમ્પિકમાં પણ જઈને દેશ અને સમાજનું નામ રોશન કરવું છે. તે અત્યારથી જ ઓલમ્પિકમાં વિશ્વભરના ખેલાડીઓનો મુકાબલો કરવા માટે તૈયારી કરી રહી છે. શ્રીયાનો જુસ્સો જોતા લાગે છે કે તે દેશનું નામ જરૂરથી દિપાવશે.

gujarat porbandar