અનોખી શાળા:જ્યાં ફી ભરવી નથી પડતી, પણ વિદ્યાર્થીઓને મળે છે લાખો રૂપિયા, જાણો વધુ

06 March, 2023 08:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

6 વર્ષ સુધી શિક્ષણ માટે ભોજન, રહેઠાણથી લઈને દરેક સુવિધાઓ નિઃશુલ્ક છે. ભણતર પૂરું કરી ચૂકેલા વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે 1થી 6 લાખ રૂપિયા સુધીની રકમ પણ આપવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશમાં અનેક જગ્યાએ મફત શિક્ષણ આપવામાં આવે છે, પણ આજે એવી શાળા વિશે જણાવીએ જે અનેક પ્રકારની નિઃશુલ્ક સુવિધાઓથી ભરપૂર છે. ખરેખર અહીં ભણનાર દરેક વિદ્યાર્થી ખરેખર ભાગ્યશાળી છે. આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી નથી લેવામાં આવતી. 6 વર્ષ સુધી શિક્ષણ માટે ભોજન, રહેઠાણથી લઈને દરેક સુવિધાઓ નિઃશુલ્ક છે. ભણતર પૂરું કરી ચૂકેલા વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે 1થી 6 લાખ રૂપિયા સુધીની રકમ પણ આપવામાં આવે છે.

એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, શાળાનું નામ `શ્રીમદ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા` છે. આ ગુજરાત મહેસાણામાં આવેલી 125 વર્ષ જૂની સંસ્થા છે. આ સ્કૂલના પહેલા વિદ્યાર્થી યોગનિષ્ઠ શ્રીબુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ હતા. તેમણે જ ઑક્ટોબર 1897માં આ સ્કૂલની સ્થાપના કરી હતી. અહીં અત્યાર સુધી 2850 વિદ્યાર્થી ભણી ચૂક્યા છે. અહીંના વિદ્યાર્થી ગુજરાત સાથે તામિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વસ્યા છે. સંસ્થાનના પ્રકાશભાઈ પંડિતનું કહેવું છે કે સ્કૂલમાં દર વર્ષે 30 વિદ્યાર્થીને એડમિશન મળે છે. વિદ્યાર્થી, તેમના માતા-પિતા કે સંબંધીઓ પાસેથી કોઈ જ શુલ્ક લેવામાં આવતો નથી. શિક્ષણ દરમિયાન, સંસ્થાન વિદ્યાર્થીઓને દર મહિને 5000 રૂપિયાનું પેમેન્ટ કરે છે. ચાર વર્ષનું શિક્ષણ પૂરું કરનારા વિદ્યાર્થીને 1 લાખ અને 6 વર્ષનું શિક્ષણ પૂરું કરનારા વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

કાયદા અને વ્યાકરણ સહિત વિશેષ પાઠ્યક્રમ પૂરું કરનારા વિદ્યાર્થીઓને 3 લાખ રૂપિયા આવે છે. અનેક વિદ્યાર્થીઓને 6 લાખ રૂપિયા સુધી પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 12000 પુસ્તકોનું એક પુસ્તકાલય પણ છે. સ્કૂલમાં ધાર્મિક શિક્ષણની સાથે અંગ્રેજી, કૉમ્પ્યૂટર અને સંગીતનું પણ જ્ઞાન આપવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીઓ દેશની અન્ય સ્કૂલોની જેમ જ પાઠ્યક્રમનું અધ્યયન કરી શકે છે. અહીં ભણવા માટે કોઈપણ પહોંચી શકે છે.

આ પણ વાંચો : Gujarat: સુરત રેલવે સ્ટેશન પર લાગેલા સાઈનબોર્ડથી મચી બવાલ, જાણો શું છે લખેલું?

13 કરોડ રૂપિયાની મુદ્દત ખર્ચ કરીને નવી જૈન સ્કૂલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ મહેસાણા-અમદાવાદ હાઈવ પર લિન્ચગાંવ પાસે બનાવવામાં આવશે. આ સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓનું એડમિશન આરામથી કરી શકાશે. અહીં વિદ્યાર્થીઓ માટે બહેતરીન પુસ્તકો અને ટૂલ્સ ઉપલબ્ધ રહેશે. નવા પરિસરમાં સ્કૂલ ભવનની સાથે વિદ્યાર્થીભવન અને કેન્ટિનની સુવિધા પણ હશે. પરિસરમાં જ જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુનિયો માટે અલગ છાત્રાવાસનું નિર્માણ કરવામાં આવશે.

gujarat gujarat news mehsana ahmedabad Education